________________
આત્મા એ એવી વસ્તુ છે કે કોઈને જડ્યો જ નથી, ફક્ત કેવળજ્ઞાનીઓને જડેલો. જો ખરી શોધખોળ કરી હોય તો કેવળજ્ઞાનીઓએ, તીર્થકરોએ. એમના દર્શન કરવાથી બીજા કેવળી થયેલા.
કેવળી અને કેવળજ્ઞાનીમાં કંઈ ફેર નહીં. કેવળી પણ કેવળજ્ઞાની જ કહેવાય, પણ તીર્થકર અને કેવળીમાં ફેર. તીર્થકરો જગતનું કલ્યાણ કરે અને કેવળી બસ પોતે પોતાનું કલ્યાણ કરી ચાલ્યા જાય.
તીર્થકર, કેવળજ્ઞાની અને કેવળીમાં જ્ઞાનમાં ફેર ના હોય, પુણ્યમાં ફેર હોય.
કેવળી પણ મોક્ષ પ્રાપ્ત કરે, પણ કેવળીને તીર્થકરની જોટે ના મૂકી શકાય. તીર્થકરો તો વર્લ્ડની અજાયબી કહેવાય, જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ થાય. એમની વાણી દેશનારૂપે હોય. ખરા સાયન્ટિસ્ટો તો તીર્થકરો જ કહેવાય.
દાદાશ્રી કહે છે કે હું આ બધાને જ્ઞાન આપું છું. હવે એમને તીર્થકર ભગવાનની હાજરી જ ખૂટે છે. એમના દર્શન થઈ જાય તો આ બધાને કેવળજ્ઞાન થઈ જાય. કેવળી થઈ જાય ત્યાં સુધીનું જ્ઞાન બધાને પ્રાપ્ત થાય
જ્ઞાની એ જ તીર્થકર થાય, કારણ કે જગત કલ્યાણની ભાવના ભાવી છે. બ્રાહ્મણ, વાણિયા, પટેલ બધા કેવળી થઈ શકે, જ્યારે ક્ષત્રિયો એકલા તીર્થકર થાય.
જ્ઞાની પુરુષ તો તૈયાર કરે, પછી તીર્થંકર પાસે પહોંચે, ત્યાં કેવળી થાય.
તીર્થકરની હાજરીમાં ગમે તે માણસ જાય તો કશું વળે નહીં. એ તો જેની મિથ્યા દૃષ્ટિ ફરી ને સમ્યક દૃષ્ટિ થઈ ગઈ છે. તેને તીર્થકરને જોતા જ કેવળજ્ઞાન થઈ જાય !
તીર્થકરોની પાસે બેસી રહ્યા છતાં ચટણીઓ ખાવાની છૂટી નહીં, તેથી કલ્યાણ થયું નથી.
એટલું સમજે કે તીર્થકરોની પાસે બેસી રહ્યા હતા છતાં ભટકી ગયા
71