________________
૪૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : ઠેઠ સુધી ચારિત્રમોહ જ છે. ચારિત્રમોહ બંધ થાય ત્યારે
કેવળજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા : ચારિત્રમોહ પૂરો થાય, અંતર તપ પૂરું થાય ને પછી કેવળજ્ઞાન થાય ?
દાદાશ્રી : એ પછી કેવળજ્ઞાન થાય. ત્યાં સુધી એને ક્ષીણમોહ કહેવાય છે. પછી કેવળજ્ઞાન થોડા કાળ પછી થાય.
ક્ષીણમોહમાંય ચારિત્રમોહ રહી ગયો હોય. આમ ક્ષીણમોહ કહેવાતો હોય બારમા ગુંઠાણાને પણ મહીં ચારિત્રમોહ હોય. કેવળજ્ઞાન સિવાય ચારિત્રમોહ પૂરો ના થાય.
જ્યાં સુધી ચારિત્રમોહ છે ત્યાં સુધી મુક્તિ ના થાય. ચારિત્રમોહ પૂર્ણ થયે કેવળજ્ઞાન થાય. એટલે થોડો કાળ રહે ને પછી મુક્તિ થાય.