________________
૩૯૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : ના, ના, વિચાર તો નામેય નહીં. કોઈ જાતના વિચાર વગર જ બધી વાત.
પ્રશ્નકર્તા: સીધી વિચાર વગર વાત ?
દાદાશ્રી : એ ભઈ દેખાય. મંદિરના પથરાનું શું થયું, તે પથરા દેખાય. ફલાણું શું થયું, તરત જ એની વાત.
પ્રશ્નકર્તા તો દેખાવું એટલે ચિત્ત કામ કરતું હશે તે ઘડીએ ?
દાદાશ્રી : ના, ના, એ ચિત્ત એ જ શુદ્ધ થઈને પ્રજ્ઞા થઈ ગયેલી, એટલે દેખાય, અને દેખાય એટલે વાત કરીએ એને.
પ્રશ્નકર્તા દેખાય એટલે વાત કરો ? દાદાશ્રી : હં, યાદગીરી અમને ના હોય. મન તો હોય જ નહીંને !
પ્રશ્નકર્તા : જ્યારે આપ યાદ પણ ન કરો કોઈ વસ્તુને.... આપને યાદ પણ ન હોય તો એ વસ્તુ આપના દર્શનમાં કઈ રીતે આવે ? દા.ત. એ પથ્થર આપને દેખાણો !
દાદાશ્રી : એ મને એમને એમ જ દેખાય. એ આવે એટલે પથરા દેખાય, પેલી ખાણ હઉ દેખાય, ત્યાં કામ કરતા દેખાય, બધું દેખાય. એ ભેગા થયા એટલે, નહીં તો નહીં. અહીંથી ઊઠીને જાય એટલે કશુંય નહીં.
પ્રશ્નકર્તા: પાછું ચિત્તનું કામ નથી ?
દાદાશ્રી : ના, ના, ચિત્ત તો શુદ્ધ જ થઈ ગયેલું છે. ચિત્ત તો અમે બોલીએ ને, તેની પર એ મોરલીની પેઠ ડોલ્યા જ કરે.
પ્રશ્નકર્તા: એટલે હવે ચિત્ત શુદ્ધ થઈ ગયું છે. ચિત્ત બહાર જતું નથી. હવે મન બંધ છે, યાદ છે નહીં કોઈ વસ્તુની. આ ભાઈ આવે છે એટલે આખું બધું અહીં ઊભું થઈ જાય છે.
દાદાશ્રી : હા, બધું જ દેખાય. પ્રશ્નકર્તા: એ ચિત્ત ત્યાં નથી જતું પણ વસ્તુ અહીં આવી જાય !