________________
૩૭૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : એ સાહેબી જોઈ, તે ઓર જ જાતની સાહેબી જુઓ છેને ! પણ ગયા અવતારની આવી સાહેબી દેખાય છે ને, તો આ અવતારનું અમે આવું બાંધીશું તે સાહેબી તમે ઓર જ જાતની જોશો પાછા ! તમે ને તમે જોશો !
પ્રશ્નકર્તા : પ્રમાણ પ્રમાણ પ્રમાણ.
પ્રગટ કરે ભજતા, મહીંલા “દાદા ભગવાનની
દાદાશ્રી : કેવળજ્ઞાનમાં, પરીક્ષામાં નાપાસ થયો એટલે પછી મારે પરીક્ષા તો આપવી પડશે ને ફરી ? મારે ચાર ડિગ્રી પૂરી કરવી પડશેને ? એટલે હું જ આમ કરીને નમસ્કાર કરું છું. લોકો કહે છે, આ દાદા ભગવાન તમે? મેં કહ્યું, ના, ભઈ, આ ભાદરણના પટેલ છે, અમે જ્ઞાની પુરુષ છીએ. અને ઉપરી એવા, બીજા ભગવાનોના ઉપરી, એ દાદા ભગવાન મહીં છે તે !
મહીં પ્રગટ થયેલું સ્વરૂપ છે તે દાદા ભગવાન છે, આ દાદા ભગવાન ન્હોય. આ દાદા ભગવાન ત્યારે કહેવાતા કે ભગવાન મહાવીરના જેવું બને, આત્માના જેવો જ દેહ થઈ ગયો હોત તો આ પણ દાદા ભગવાન કહેવાત, પણ આ અમારી હજુ ખૂટે છે ચાર ડિગ્રી. જો આ ચાર ડિગ્રી પૂરી થઈ જાય તો આ મૂર્તિ આખી ઘડાય, પછી એ દર્શન કરવાના.
પણ મહીં તદન છૂટો પડી ગયો છે. આ દેહથી આત્મા નિરંતર જુદો ને જુદો જ રહે છે, એક ક્ષણવાર ભેગો થયો નથી. પણ છતાંય મારે નમસ્કાર કરવા પડે, ચાર ડિગ્રી ઓછી છે એટલે અને તમને કહું છું કે ભાઈ, તમેય દાદા ભગવાનને નમસ્કાર કરો. આ પ્રમાણે કરજો હવે. અને નિરંતર આ બોલવાનું રાખો તમારું આ. ધીસ ઈઝ ધ કૅશ બેન્ક ઑફ ડિવાઈન સૉલ્યુશન ! આવી કૅશ બેન્ક કોઈ વખત નીકળી નથી.
જગકલ્યાણની ઈચ્છા પૂર્ણ થયે, થશે મારું કામ પૂર્ણ પ્રશ્નકર્તા: તમે શું કરો તો તમને ચાર ડિગ્રી મળી જાય ? દાદાશ્રી : કશું કરવાની જરૂર ના હોય એમાં. આ ફક્ત મારી