________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
શ્રુતજ્ઞાન હોય નહીં. જો પુસ્તકોમાં શ્રુતજ્ઞાન હોત તો તો પુસ્તકોનો ક્યારનોય મોક્ષ થઈ ગયો હોત. લોકભાષાના શ્રુતકેવળીને આત્મજ્ઞાન ન પણ હોય. સ્વચ્છંદ ઠેઠ સુધી રહે. સ્વચ્છંદ જ્ઞાની થકી જાય. એક જ સ્વચ્છંદ જો શ્રુતકેવળીને ઊભો થાય તો શ્રુતકેવળજ્ઞાનનો નાશ થઈ જાય.
જ્યાં સુધી ‘હમ’ તીકળે તહીં, ત્યાં સુધી રહેશે અભવ્ય
પ્રશ્નકર્તા ઃ પણ જે અનાદિકાળથી વેદાયું છે, પરંપરાગત જે વેદાયું છે એમનામાં, એ એટલું બધું જડ થઈ ગયું છે કે નીકળતું નથી એમને ?
૩૨૯
દાદાશ્રી : ના, જડ થઈ ગયું નથી. વસ્તુસ્થિતિમાં આમાં મોક્ષે જાય એવો માલ બહુ ઓછો. ભગવાને કહ્યું'તુંને ! આ જે પડી રહેલો માલ છે ને, જે ચઢ્યો જ નથી. આટલી ચોવીસીઓ ગઈ. હવે ચઢ્યો નથી ને ચઢે એવો લાગતો નથી. તે જાણવાનું કે આમાં ભગવાને કહ્યું છે, અભવ્ય શબ્દ તે બરાબર કહ્યું હશે કંઈક. પણ કોણ અભવ્ય છે ? આપણે કોઈને માટે કહી શકીએ નહીં. કારણ કે આપણને કેવળજ્ઞાન નથી. ભગવાને અભવ્યની વ્યાખ્યા કરી છે. અભવ્યને મોક્ષે જનારા કરતા જબરજસ્ત તપ હોય. જબરજસ્ત શાસ્ત્રોના શાસ્ત્ર મુખપાઠ હોય. જબરજસ્ત બધી રીતે હોય, પણ આત્મ અનુભવ એક ક્ષણ પણ ના હોય. શાસ્ત્ર અનુભવ શ્રુતકેવળી સુધી પહોંચેલા હોય.
પ્રશ્નકર્તા : શ્રુતકેવળી સુધી પહોંચેલા હોય ?
દાદાશ્રી : હા. એટલે શ્રુતકેવળી કહેવાય નહીં, જ્યાં સુધી આત્માનો અનુભવ ના હોય ત્યાં સુધી સાચા શ્રુતકેવળી કહેવાતા નથી. શ્રુત કેવળજ્ઞાન સુધી પહોંચેલા હોય, પણ ભગવાને અભવ્ય કહ્યા. કારણ કે મોક્ષે જવાના નથી. આનું ફળ આ સંસાર મળશે. કારણ કે એ લોકો શેમાં રહે છે, અભવ્ય ? ‘હું-હમ, હું-હમ, હું-હમ’ બસ. મહારાજ વિષયબિષય કે ? તો કહે, ના, યે નહીં ચાહીએ હમકો. ‘હું-હમ, હું-હમ.’ તમને સમજાયું હું શું કહેવા માગું છું તે ?
પ્રશ્નકર્તા ઃ હમમાં, પોતાના હમમાં જ રહે.