________________
(૭.૧) કેવળજ્ઞાનની સમજ
આત્મજ્ઞાનની કરે છે ને, ત્યાં આત્મજ્ઞાન હોઈ શકે નહીં. એ આત્મજ્ઞાનનો પડછાયો જોયો નથી જગતે.
૩૧૧
આત્માનુભવ પછી, અંતે થાય કેવળજ્ઞાન
આત્મા એ તો ‘જ્ઞાનસ્વરૂપી’ છે, ‘કેવળજ્ઞાન સ્વરૂપી’ છે.
પ્રશ્નકર્તા : આત્માનું સ્વરૂપ એ જ્ઞાન છે, તો જ્ઞાનનું સ્વરૂપ કયું ?
ઃ
દાદાશ્રી : જ્ઞાનનું સ્વરૂપ તમે જાતે જ્યારે એ જોશોને, ત્યારે અનુભવ થશે. ત્યાં હું દેખાડું એ નહીં કામ લાગે. એ બુદ્ધિનો ખેલ નથી, આ અનુભવનો ખેલ છે.
પ્રશ્નકર્તા : એ કેવો હોય અનુભવ ?
દાદાશ્રી : આત્માનુભવ તો, આપણને આ દેહાધ્યાસનો અનુભવ છૂટે ને આ આત્માનો અનુભવ ચોંટે, પછી આત્મ અનુભવ કહેવાય. એમાં દેહાધ્યાસ ના હોય.
પ્રશ્નકર્તા : આત્મ અનુભવ પછી ક્યારે સમજાય કેવળજ્ઞાન ?
દાદાશ્રી : આત્માનો અનુભવ થયા પછી કેવળજ્ઞાન સ્વરૂપ સમજવું એ જેમ જેમ આગળ જતો જાય તેમ તેમ એને સમજાતું જાય. બોરીવલીના રસ્તા ઉપર તમે ગયેલા હોય અને કોઈ કહે કે આજ રસ્તે તમે સીધા બોરીવલી જશો તો ત્યાં બોરીવલી તમને દેખાય ખરું ? ના. એ તો તમે પહોંચો ત્યારે તમને દેખાય. તમે કેવળજ્ઞાનના રસ્તા પર છો, પણ કેવળજ્ઞાન તમને દેખાય નહીં. એ તો જ્ઞાનીને જ દેખાય. એ એના નજીકમાં છે. એ કેવળજ્ઞાન સ્વરૂપની નજીકમાં આવેલા છે, જે પોતાનો ત્રિકાળી સ્વભાવ છે.
‘હું'પણું કેવળ આત્મામાં જ એ કેવળજ્ઞાત
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનનો અર્થ શું થાય ?
દાદાશ્રી : કેવળજ્ઞાન એ વસ્તુ તમે શું સમજવા માંગો છો કે