________________
(૬.૨) કેવળદર્શનની વ્યાખ્યા ને પ્રસંગ
જ્ઞાન. અહીં બીજું નીચે લખ્યું હોય વાક્ય કે કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે દર્શન; કહીએ કેવળદર્શન તે, દેહ છતાં નિર્વાણ. એટલે તમને બધાને કેવળદર્શનના સ્ટેજ ઉપર ઊભા રાખ્યા છે.
૩૦૩
‘હું કરતો નથી’ એવો નિરંતર ખ્યાલ રહે એ કેવળદર્શન અને થોડી વખત રહે ને થોડી વખત ના રહે તો એ કેવળદર્શનના અંશ, અમુક ફિફટી પરસેન્ટ કે સાંઈઠ ટકા. નિરંતર રહે એટલે કેવળદર્શન કહેવાય. પ્રશ્નકર્તા : એટલે નિરંતર ખ્યાલ રહેવો જોઈએ ?
દાદાશ્રી : હા, નિરંતર ખ્યાલમાં રહેવું જોઈએ કે ‘હું આ કરતો
નથી.’
જેમ સ્ટીમરમાં બેસીએ છીએ તો આપણને એવું ખ્યાલમાં રહે છે ને કે સ્ટીમર જ ચાલે છે, હું ચાલતો નથી, એવો ખ્યાલ રહેવો જોઈએ. સ્ટીમરમાં તો એ જોઈને બેઠો છે ને, એટલે પછી એને એમ લાગે છે કે આ સ્ટીમર જ ચાલે છે ને હું બેઠો છું. એવું આમાં જોઈને બેઠો નથીને ? એટલે નિરંતર ખ્યાલમાં રહેવું જોઈએ, બસ. એક ક્ષણવાર કર્તાપણું લાગે નહીં ત્યારે કેવળદર્શન કહેવાય અને એ જ્ઞાનમાં, વર્તનમાં આવવું એ કેવળજ્ઞાન થયું.
ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થયે, થાશો તમે સંપૂર્ણ
નિરંતર ખ્યાલ રહેવો ‘હું કંઈ કરતો નથી’ એટલે દર્શનમાં આવ્યું. આ દેહ કરે ખરો, પણ શ્રદ્ધામાં આવું ફરી ગયું. તે પછી શ્રદ્ધામાંથી ફરેલું જ્ઞાનમાં આવે ને જ્ઞાનમાં પછી આ દેહ પણ આવું ના કરે.
પ્રશ્નકર્તા : આપે કીધુંને કે જે શ્રદ્ધામાં હોય અને દેહ એની મેળે કર્યા કરે અને જ્યારે જ્ઞાનમાં આવે ત્યારે દેહ પણ કશું ના કરે એટલે ?
દાદાશ્રી : જ્ઞાનમાં આવેને એટલે દેહ કશું જ કરે નહીં. કશું ના કરે એનો અર્થ શું ? કે બધું એને દૈહિક ક્રિયા હોય તે ચાલ્યા કરે પણ એમાં કર્તાપણું સહેજ પણ ના રહે. આ તો કર્તાપણાનો એ ડિસ્ચાર્જ અહંકાર છે અને પેલું ડિસ્ચાર્જ અહંકાર સુદ્ધાંયે ના રહે. એ ચાર્જ અહંકાર