________________
(૬.૨) કેવળદર્શનની વ્યાખ્યા ને પ્રસંગ
કંઈ પણ હું કરતો નથી' એવો ખ્યાલ રહેતો હોય તો તમે છૂટા છો.
એટલે ‘આ જગતમાં હું કંઈ પણ કરતો નથી' એવું આ અમારે જે જે નિરંતર રહેતું'તું તે અમે બોલ્યા છીએ તે દા’ડે. બહુ મોટું વાક્ય છે ! કોઈ વાંધો જ ના ઊઠાવેને ! આમ ફરો કે તેમ ફરો. જેનો આગ્રહ ખલાસ થઈ ગયો, તેનો કઈ જાતનો વાંધો ઊઠાવવો ? કો'ક વખત કહી શકીએ, જેના આગ્રહ ખલાસ થયા તેનો વાંધો ઊઠાવે છે ? કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી એનું નામ સહજ, એ જ સ્યાદ્વાદ. જેના આગ્રહો ખલાસ થઈ ગયા એ જ સ્યાદ્વાદ.
૩૦૧
ચારિત્રમોહ જોતા, તૂટે અનંત અવતારતી ખોટ
અમે જ્ઞાન આપીએ ત્યારે દર્શનમોહ સર્વાંશે ખલાસ થઈ જાય છે, એટલે તમારો નિશ્ચયે કરીને મોહ તો ઊડી ગયો. વ્યવહારમોહ રહ્યો એટલે ચારિત્રમોહ રહ્યો.
જેવા પ્રકારનો ચારિત્રમોહ હોય તેવા પ્રકારનો આવે, કાયદેસરનો આવે કે ગેરકાયદેસરનો આવે, છતાં ‘હું કંઈ જ કરતો નથી’ એવો નિરંતર ખ્યાલ રહે, એને કેવળદર્શન કહેવાય !
ભગવાનને ત્યાં કાયદેસર-ગેરકાયદેસર નથી, આ અહીં લોકોને ત્યાં છે. ગાયો-ભેંસોને ત્યાંય કાયદેસર-ગેરકાયદેસર નથી. આ લોકોને ત્યાં અક્કલવાળામાં જ છે બધું. આ વ્યવસ્થા ગોઠવેલી છે કે આવું કરીએ તો આપણે બધા સુખી થઈએ. એક અવતાર બધું આ કાયદેસર કરે કે ગેરકાયદેસર થઈ ગયું, એને જો ‘જોયા’ કરેને તો બધા અવતારની ખોટ જતી રહે. પછી રહ્યું શું ?
આ ચારિત્રમોહ છે, બાકી કશું રહ્યું નથી. ‘હું કંઈ જ કરતો નથી’ એ ખ્યાલ નિરંતર રહેતો હોયને તો પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કશું જ કરવાની જરૂર નથી. એ એટલો બધો રહે નહીં. એટલું બધું માણસનું ગજું નહીં. એટલે ધીમે ધીમે આમ થાયને ! પહેલા આવું કરતાં કરતાં એ પદ પહોંચાય.