________________
(૪.૨)
મત પર્યવજ્ઞાન રહી જુદો દેખે તમામ પર્યાય, તે મતાપર્યવ પ્રશ્નકર્તા: મારા મનમાં જે વિચારો ચાલતા હોય તે અવધિજ્ઞાની જાણી શકે ખરો ?
દાદાશ્રી : ના, તે મનના વિચારો જાણવા, એ મન:પર્યવજ્ઞાનનું કામ. મન:પર્યવજ્ઞાન એ જુદું છે.
પ્રશ્નકર્તા ઃ એ સમજાવો, દાદા.
દાદાશ્રી : પોતાના મનના તમામ પર્યાય, મનની તમામ સ્થિતિને સમજી શકે, એટલે મનથી સાવ જુદો જ રહેતો હોય અને એ જ પછી સામાના મનના પર્યાયની સ્થિતિ સમજી શકે એ મન:પર્યવજ્ઞાન. મનના પર્યાય, માણસનું ગજુ નહીં તે જાણી શકે. એ મહીં શું વિચારે છે તેય ભાન ના હોયને તો પર્યાય તો શી રીતે સમજે ?
આપણા લોકો પોતાના મનથી જુદા રહી શકે નહીં. આ બધી બહારની વસ્તી છે, અજ્ઞાની જીવ, એ બહુ જૂજ, થોડોક જ ટાઈમ જુદો રહી શકે. મનમાં જેવું આવે તેમાં જ રહ્યા કરે. હવે મનથી સાવ જુદા રહેતા હોય તેને મનમાં શું વિચાર આવે છે, શું શું થાય છે, મન શું ઘાટ ઘડે છે, શું શું કરે છે એ બધું એને પોતાને દેખાય. અને તેના ઉપરથી બીજો સામો જે માણસ આવતો હોય તે એ માણસ આવવાથી અત્યારે આ સ્થિતિમાં કેમ ફેરફાર થયો, એટલે સામાનામાં શું વિચાર ચાલી રહ્યા