________________
૨૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બીજા કરતા, તે વિશેષ સુખ આપે. ત્યારે બીજા કરતા વિશેષ સુખ એય પાછી એની પછાડ વાગ્યા વગર ના રહે.
પ્રશ્નકર્તા એટલે વિશેષ સુખનું અભિમાન કરે એટલે પછાડ વાગે?
દાદાશ્રી : ના, વિશેષ સુખ એને મળ્યું, કંઈ ના મળે તો એને પછાડ વાગે નહીં. વિશેષ સુખ મળ્યું તેને પછાડ પાછી વાગે. દરેક એક્શન રિએક્શન સહિત જ હોય. એને વિશેષ સુખ મળ્યું, તે દેવને શું મળ્યું ? તે પોતાના બધાને જોયા, આ લોકોએ ખરાબ કર્મ કરેલા, એ જો અત્યારે કેવું ભોગવી રહ્યા છે ને આપણે કેવા છીએ ! એ ઘણું સુખ આપે બધું. પણ પાછું જ્યારે મરવાનું થાયને, ત્યાંથી છૂટવાનું થાય, ચ્યવવાનું, ચ્યવે ત્યારે એની માળા હોય ત્યાં આગળ તે સૂકાય એટલે અવધિજ્ઞાનથી સમજી જાય કે ઓહો ! જવાનું થયું હવે. એ પછી જુએ ક્યાં જવાનું છે ! તે અવધિજ્ઞાનથી દેખાય. અરે ! આ દેવગતિ છોડીને ગાયને પેટે અવતાર આવશે. સીધો ગાયમાં જતો રહે, ગધેડામાં, કૂતરામાં જતો રહે અને માણસેય થાય ! એ એને ખબર પડે એટલે પછી મહીં અકળાટ થયા કરે. આ દેવગતિ છોડીને આ પાછું આવું !
એટલે દેવગતિમાં એ અવધિજ્ઞાનથી સુખ વધે, જ્યારે નર્કગતિમાં અવધિજ્ઞાનથી દુઃખ વધે. એટલા સારું અવધિજ્ઞાન આપેલું. તે વ્યવસ્થા કેવી સુંદર છે ! તે આ તીર્થકરોની વ્યવસ્થા નથી. ઈટસેલ્ફ છે આ.
પ્રશ્નકર્તા: વ્યવસ્થિત છે. દાદાશ્રી : હા.
અવધિજ્ઞાતે, દુઃખતો ગુણાકાર તર્ક નર્કમાં અવધિજ્ઞાન એટલા માટે છે કે વધુ દુઃખ થાય. એ અવધિજ્ઞાન ના હોય તો સારું, પણ કુદરતનો નિયમ છે એને વધુ દુઃખ થવું જ જોઈએ.
નર્કમાં દુઃખ તો પાર વગરનું છે જ પણ આ જે જ્ઞાન આપ્યું છે, તે ત્યાંથી એ અહીં આગળ જોઈ શકે એવું. એ જો ઉપયોગ નક્કી કરેને,