________________
૨૧૧
(૨) શ્રુતજ્ઞાન
શાસ્ત્રજ્ઞાત કરે ડખો, “અક્રમ વિજ્ઞાત' સમજવામાં
પ્રશ્નકર્તા: અક્રમ વિજ્ઞાન જાણવા માટે શાસ્ત્રોનું જે જ્ઞાન છે એ હેલ્પ કરતું હશે કે ?
દાદાશ્રી : આ વરસાદ છે ને, તે બધાને હેલ્પ કરે કે ના કરે ? બધી જાતના ઝાડોને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આંબાનેય હેલ્પ કરે ને કડવો હોય તેને, લીમડાને હેલ્પ કરેને ? પણ કડવો સ્વભાવ એનો જાય નહીં. એટલે સમકિત દૃષ્ટિ છે એને શાસ્ત્ર સમ્યક્ રૂપે પરિણામ પામે. અને મિથ્યાત્વ દૃષ્ટિ હોય તેને તે જ શાસ્ત્ર મિથ્યાત્વ રૂપે પરિણામ પામે. આ મિથ્યાત્વ ગાઢ થયેલું હોય તે બધું અવળું સમજે.
પ્રશ્નકર્તા : એટલે શાસ્ત્રનું જ્ઞાન વાસ્તવમાં ડખો કરે છે, અક્રમ વિજ્ઞાન ભણવા માટે ?
દાદાશ્રી : શાસ્ત્રનું જ્ઞાન તો ડખો કરે જ ને ! શાસ્ત્રજ્ઞાન તો બધા લોકો માટે લખેલું છે, એ તમારા એકલા માટે લખેલું નથી.
પ્રશ્નકર્તા ઃ બધામાં આપણે આવી જઈએ ને !
દાદાશ્રી : બધાનું આપણે શું કામ જોખમ લઈએ ? આપણને મોક્ષ માર્ગ મળ્યો છે. ના મળ્યો હોત તો જોખમ લેવા, નહીં તો પેલામાં પડીને માથા ફોડવાના જ છે ને ! માથા ફોડ્યા જ કરોને !
પ્રશ્નકર્તા : આ તો કેટલાય કાળથી શાસ્ત્રોના આધારે જ ચાલ્યું આવે છે.
દાદાશ્રી : એ તો એમ જ ચાલે. “જ્ઞાની” હોય, અજવાળું હોય ત્યાં સુધી તમારો દીવો થશે, નહીં તો આ ક્રિયાકાંડ તો ચાલ્યા કરે.
જ્ઞાતીના મુખે વહ્યું, ગુહ્ય કૃતજ્ઞાત તીર્થકરોનું પ્રશ્નકર્તા: જ્ઞાની કોને કહેવાય ?