________________
(૭) મડદું
૧૬૯
દાદાશ્રી : ચેતન નામેય નહીં. પ્રશ્નકર્તા: મડદું પડ્યું હોય અને જીવતો હોય એમાં શું ફેર ?
દાદાશ્રી : એમાં ચેતન નથી. હમણાં કોઈ કડાકૂટો કરતો હોય માણસ તોય ચેતન વગર કરે છે અને સાંભળતો હોય તેય ચેતન વગર જ સાંભળે છે. મોટી કથાઓ કરતો હોય તોય ચેતન વગર કરે છે.
પ્રશ્નકર્તા: તે ફરક કેમ પડે છે એક મડદું છે અને એક જીવે છે?
દાદાશ્રી : એ તો નિશ્ચેતન કહેવાય, પણ આ નિશ્ચેતન ચેતન છે. આ ચેતન જેવા લક્ષણ દેખાય પણ ચેતન નથી. એ મિકેનિકલ ચેતન, એટલે આ મશીન હોય તેને મડદું જ કહેવાયને ! આ મશીન બંધ થઈ જાય છે તો એને મડદું ના કહેવાય ?
પ્રશ્નકર્તા ઃ હા, મશીન બંધ થઈ જાય ત્યારે પછી મડદું.
દાદાશ્રી : મિકેનિકલ બંધ થાય છે, બીજું કશું થતું નથી. આખી મશિનરી જ બંધ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : એક મશિનરી બંધ થઈ ગઈ અને એક મશિનરી ચાલુ છે તો એ મશિનરીમાં જે ઈલેક્ટ્રિકનો ભાગ હતો તો તે વધારાનો હતો એમાં ?
દાદાશ્રી : ઈલેક્ટ્રિક (પાવર) તો હોય જને ! ઈલેક્ટ્રિક છે તે મશિનરીનો જ ભાગ છે.
પ્રશ્નકર્તા ઃ તો એને ચેતન ના માનવો ? દાદાશ્રી : ના, (મૂળ) ચેતન નથી, તે નિશ્ચેતન ચેતન છે. એટલે આ બહારના મનુષ્યોનેય મડદું જ છે. ગાયો-ભેંસોનેય મડદું
પ્રશ્નકર્તા: પણ એ બહારના મનુષ્યો છે એને કર્મો ચાર્જ થાય છે ને અહીંયા આપણે ચાર્જ થતા નથીને ?