________________
૧૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ગાળો ભાંડે, બધું કરે પણ મડદું જ. આ મડદાને કહેશે, મને અકળામણ થાય છે. મૂઆ, અકળામણ તને શી રીતે થાય ? મડદામાં થવાની. અકળામણ થાય, ઉપાધિ, ગૂંગળામણ એવું બધું થાય એ બધું મડદામાં થવાનું. બોલે છે એ અને રીસેય એને જ ચઢે છે, મડદાને જ. પેલો શું માનતો હતો કે મને જ રીસ ચઢી. મેં કહ્યું, ના, એ તું માની લઉં છું એટલું જ. એટલું તારે માથે આવ્યું. જ્ઞાતીની દષ્ટિએ જુએ મડદા, તો મીટે સર્વ જોખમદારી
મડદું એટલે શું? એમાં ચેતન નામેય નથી. અમે “મડદું કહ્યું નથી અને અલંકારી ભાષામાં શું બોલ્યા છીએ, “નિશ્ચેતન ચેતન” નિશ્ચેતન ચેતન એટલે ચેતન નિશ્ચેતન થઈ ગયેલું છે, મડદું થઈ ગયેલું છે. ચેતન જેવા લક્ષણ દેખાય છે પણ મડદું છે આ. એને અમે “નિશ્ચેતન ચેતન કહ્યું છે, મડદું ના કહ્યું, કારણ કે “મડદું કહીએ તો લોક ભ્રમમાં પડી જાય. આ તો તમને ભણેલા લોકોને સમજાવીએ, બીજા લોકોને ના સમજાવાય આવું મડદું. આ લોકો સમજે નહીં અને કંઈક ઊંધું બાફી નાખેને, તેટલા સારું નથી કહેતો. નહીં તો આ સમજણ પડે તો સહેજે ઉપાધિ માથે ના આવે.
મડદું કહીએ ત્યારે લોક કહેશે, આ વળી કેવા જ્ઞાની તે આવું મડદું કહે છે ! બીજે મડદું કહે છે? મૂઓ ગૂંચાય જાય, બિચારો. અને બુદ્ધિમાં પહોંચે નહીં. ક્યારેય મતિને પહોંચે નહીં. એ મતિ ગજ ગજ કરે, માપવા જાય તોય ના પહોંચે એવી વસ્તુ છે. એને મતિમાં પહોંચતું ના હોય, અને મને દેખાયા કરે કે આ મડદું હાસંહાલા કરે છે, વાતો કરે છે. એટલે મડદાના કેટલાક ભાગ, ‘વાણી એ ટેપરેકર્ડ છે” કહ્યું એટલે મડદું થઈ ગયું કે નહીં ?
આખું જગત મડદાને જ ચૂંથી રહ્યું છે. આત્માનો ઉપયોગ આમાં ના દે તોય આ મડદું ચાલે જ. હાલતું-ચાલતું મડદું છે આ. લોક એમ કહે કે પાછા હાલતા-ચાલતા પૂતળા છે, દોરીથી નચાવેલા. ત્યારે મૂઆ પૂતળા એટલે જ મડદું,