________________
૧૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પછી મનમાં એવું ભાન હોય કે “પાપી છું, અશુદ્ધ છું', હવે એ મિકેનિકલ આત્માનો દોષ છે. મૂળ આત્માનો દોષ નથી આ. મૂળ આત્મા અપરાધી નથી.
પ્રશ્નકર્તા એટલે મૂળ આત્મા અશુદ્ધ ન હોય, મૂળ આત્મા શુદ્ધ જ હોયને ?
દાદાશ્રી : એ મૂળ આત્મા શુદ્ધ જ છે. આ અપરાધ આનો છે. એટલે જો આ અપરાધમાંથી છૂટા થઈ જઈએ તો પછી શુદ્ધ રહે.
આત્મા જે ક્રિયા કરે છે, એ કોઈના જોવામાં ના આવે. આ દેહ તો મશીન જ છે બધું. આ સ્વાધ્યાય કરે છે, વાંચે છે, એ બધુંય મશીન. એ સંત પુરુષેય મશીન અને પેલો પૂજા કરનારોય મશીન. મિકેનિકલ, મશીનની પેઠ ચાલ્યા જ કરે. આપણે ઈચ્છા ના હોય તોય મનમાં વિચાર આવે, આપણને મનમાં એમ લાગે કે આ વિચારો ના આવે તો સારું પણ તોય આવ્યા જ કરે. આ બુદ્ધિવાળો જે આત્મા છે ને, એ મિકેનિકલ છે. મિકેનિકલ મશિનરી છે.
ભ્રાંતિએ માન્યો “અજીવ'તે સજીવ આ સંસાર જે ચલાવે છે એ કોણ છે, એ ક્યો ભાગ છે ? એ અજીવ ભાગ છે. આ અહીંથી જન્મ્યા ત્યાંથી અજીવ ભાગ જ આ બધું કરે છે. અજીવ કરે છે ને આપણે અહંકાર કરીએ છીએ કે “મેં કર્યું. તમે વકીલ થયા, વકીલાતો કરી, અત્યાર સુધી ભણ્યા-કર્યા બધું કર્યું, તે બધુંય અજીવ ભાગે કરેલું છે આ.
પ્રશ્નકર્તા: અજીવ ભણી શકે ?
દાદાશ્રી : બધું તે અજીવે જ ભર્યું. “આ અજીવ જુદું અને આ અજીવ જુદું.” બે જાતના અજીવ, એક સ્વભાવિક પુદ્ગલ અને બીજું વિભાવિક પુદ્ગલ. વિભાવિક પુદ્ગલ, એ અજીવથી જ સંસાર ચાલે છે.
પ્રશ્નકર્તા: જીવતો દેખાય પણ છે અજીવ ! દાદાશ્રી : અજીવ જ કામ કરી રહ્યું છે આ. તેથી જ હું કહું છું