________________
[૬]
મિકેનિક્સ આત્મા
આત્માના પડછાયા સ્વરૂપ, મિકેનિકલ આત્મા પ્રશ્નકર્તા મિકેનિકલ આત્મા કોને કહેવાય ?
દાદાશ્રી : બે પ્રકારના આત્મા, સચરાચર. એક સચર એટલે મિકેનિકલ આત્મા અને બીજો અચર એટલે મૂળ આત્મા. મૂળ આત્માની અજ્ઞાનતાથી (સૂક્ષ્મતમ) અહંકાર ઊભો થયો છે અને અહંકારથી મિકેનિકલ આત્મા (સૂક્ષ્મતર, સૂક્ષ્મ, સ્થળ અહંકાર) ઊભો થયેલો છે. મિકેનિકલ આત્મા છે એ ખરો આત્મા નથી. માણસ અને માણસનો પડછાયો હોય તેમ સાચો આત્મા અને મિકેનિકલ આત્મા છે.
આ જે જીવો દેખાય છે તે એકુંય આત્મા ન હોય, આ બધા મિકેનિકલ આત્મા છે. એ સાચું ચેતન નથી, ડિસ્ચાર્જ ચેતન છે. આ જે તમે ચંદુ તરીકે રહો છો એ મિકેનિકલ આત્મા છે. એને બીજા શબ્દોમાં કહીએ તો વ્યવહાર આત્મા. લોક વ્યવહારથી જાણે કે આ આમનો આત્મા છે. ખરેખર એ આત્મા નથી. હવે વ્યવહારનો આત્મા એને “સચર' કહે છે અને ખરો આત્મા, રિયલ આત્માને “અચળ' કહે છે. એટલે આ સચરાચર જગત છે. તમે પોતે અચર છો પણ આરોપ કરો છો કે હું ચંદુ છું, તેથી ચંચળ થઈ જાવ છો.
તમે અત્યારે મિકેનિકલ આત્માને ‘હુંપણું માની બેઠા છો. એટલે ભ્રાંતિ ઊભી થઈ. તે મિકેનિકલ આત્મામાં “હુંપણું માનીએ એનું નામ ભ્રાંતિ ને એનું નામ વિકલ્પ અને કર્તાપણું માનીએ એટલે ભ્રાંતિ કહેવાય.