________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નવો દેહ ધારણ કરે છે. અહીંયા પણ જે ગ્રહણ કરે છે, આ તેજસ, કારણ આ બધું જે નવું ગ્રહણ કરે છે, તે કોણ ગ્રહણ કરે છે ?
૧૩૨
દાદાશ્રી : આમાં આત્મા સહેજે કશું ગ્રહણ કરતો નથી, ત્યાગ નથી કરતો, લેપ નથી કરતો. નિર્લેપ રહે છે, નિરંતર.
નવો દેહ એ આત્માય ગ્રહણ કરતો નથી ને પુદ્ગલેય ગ્રહણ કરતું નથી, એ મિશ્ર ચેતન ગ્રહણ કરે છે. આત્માને વચ્ચે લાવશો નહીં. બહાર વાત કરવી પડે કે આત્મા કરે છે એવું. અહીં જો વિજ્ઞાન છે, ત્યાં આત્મા નથી કરતો આમાં. એ આત્માયે નથી અને જડેય નથી. ચેતનેય નથી ને જડ નથી. આ નિશ્ચેતન ચેતન છે, જેને મિશ્ર ચેતન કહેવામાં આવે છે. એ બધું આ કરે છે અને મિશ્ર ચેતન નહીં ઓળખવાથી, આ ભાંજગડ ઊભી થઈ છે બધી. મિશ્ર ચેતનને જ પોતાનું સ્વરૂપ માન્યું છે.
પ્રશ્નકર્તા : મિશ્ર ચેતન કેવી રીતે ચાલે છે ?
દાદાશ્રી : યાંત્રિક, બીજું શું ત્યારે ! યાંત્રિક, એ પાછા પોતે નહીં ચલાવવાનું. પોતે યંત્રના આધારે ચાલે છે. યંત્ર જેમ ચાલે એમ પોતે ચાલે.
પ્રશ્નકર્તા : મિશ્ર ચેતનને પોતાની શક્તિઓ ખરી કે નહીં, પુદ્ગલની ?
દાદાશ્રી : કોઈ શક્તિ નહીં.
પ્રશ્નકર્તા : કે વ્યવસ્થિતના આધારે જ આ ચક્કર ફર્યા કરે એનું ?
દાદાશ્રી : હા, વ્યવસ્થિતના આધારે.
પ્રશ્નકર્તા : મિશ્ર ચેતનને રિલેટિવ માનવું કે રિયલ ? દાદાશ્રી : એક્ઝેક્ટ એ રિલેટિવ-રિયલ છે.
મિશ્ર ચેતતને થવું છે અભેદ ચેતત સંગે પ્રશ્નકર્તા : આત્માને જાણવાનો ભાવ કોણ કરે છે ?