________________
(૪) મિશ્ર ચેતન
૧૨૯
જગતને તો અચેતન-ચેતન ચલાવે છે. ચેતન જુદું છે, અચેતન પણ જુદું છે અને જગતને જે ચલાવે છે તેય જુદું છે. તે વિભાવિક ગુણ છે, તે અચેતન-ચેતન છે. વિભાવિક ગુણ એટલે આત્માની ભ્રાંતિથી ઉત્પન્ન થાય છે તે, ચલાયમાન થયેલ મિશ્ર ચેતન.
પ્રશ્નકર્તા: આ મિશ્ર ચેતન છે એની અંદર આત્મા શું ભાગ ભજવે છે ?
દાદાશ્રી : મિશ્ર ચેતનમાં આત્મા કોઈ ભાગ ભજવતો નથી. મિશ્ર ચેતન તો આત્માની હાજરીથી ચાલી રહ્યું છે. હાજરી ના હોય તો ના ચાલે. કારણ કે હાજરીથી ઈન્ડિરેક્ટ પ્રકાશ ઊભો થાય. એની હાજરીથી આ અહંકારના શૂ થઈને જે પ્રકાશ ઉત્પન્ન થાય એ ઈન્ડિરેક્ટ પ્રકાશ. એ ઉત્પન્ન થાય એટલે બધું ગતિમાન થઈ જાય.
મિશ્ર ચેતન એટલે પાવર ચેતન. ચેતનની હાજરીથી પાવર ઊભો થઈ જાય. ચેતનનું કશું જતું નથી ને આનામાં પાવરવાળું થઈ જાય. જેમ સૂર્યની હાજરીથી તમે ઊર્જા ઉત્પન્ન કરો, બીજું કરો, સહુ સહુને ઠીક લાગે તે કરે, એમાં સૂર્ય પોતે ઉદાસીન છે. એવી રીતે આત્મા (દેહમાં) ઉદાસીન છે અને આ મિશ્ર ચેતન કામ કરે છે.
પ્રશ્નકર્તા: પણ શુદ્ધાત્માનો કોઈ ભાવ હશે, એટલે પેલું ચાલે છે કે નહીં ?
દાદાશ્રી : એ ભાવેય મિશ્ર ચેતન છે, શુદ્ધાત્મા એ જ ચેતન છે. પ્રશ્નકર્તા: પણ એ ચેતન ના હોય, તો પછી પેલું ચાલે કેમ ?
દાદાશ્રી : ચેતન છે પણ એ સહેજેય વપરાયા સિવાય, એક ટકોય વપરાયા સિવાય આ જગત ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા : વપરાયા સિવાય, પણ એને આધાર તો ચેતનનો જ છે ને ?
દાદાશ્રી : હાજરી જ છે એ. જગત શું માની બેઠું છે કે બધું ચેતન