________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૧૭
દાદાશ્રી : ખરાબ વિચાર આવે ને સારો વિચાર આવે તે હું હોય મારો હોય, એ જોય છે', એવું બોલવામાં વાંધો નહીં પણ અમુક કક્ષામાં એ બોલવાનું. પછી તો ખરી રીતે તો શું છે ? એ શુદ્ધાત્મા જુદો પડ્યો એટલે આ ચંદુભાઈ છે એ તો પાવર પૂરેલું પૂતળું છે. શુદ્ધાત્મા જો ભેગો હોય અંદર તો પાવર ભરાય અને ખાલી થાય. અને હવે આ (જ્ઞાન પછી) પાવર ભરાવાનો નહીં અને હવે સેલ રહ્યા તે ખાલી થવાના. એ સેલ શું શું કામ કરે છે એ જોવું આપણે. તે એક મનની બૅટરી, એક વાણીની બેટરી અને એક કાયાની બૅટરી. તે આપણે જોયા કરવું કે બેટરી શું શું કરે છે, અજવાળું કેવું આપે છે, વધારે આપે છે, ઓછું આપે છે ? ડખોડખલેય કરે. બોલેય ખરા પાછા, પણ તે ટેપરેકર્ડ. આ દુનિયામાં કોઈ માણસ પોતાનો બોલ બોલી શકતો નથી. કોઈ જાનવરેય બોલી શકતું નથી. સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, તે શું કામ કરે છે એ જોવું. નીચેની કક્ષામાં
હોય-ન્હોય” કરવું, “આ હું હોય અને જ્યારે આગળ વધશો ત્યારે જોવાનું ખાલી. કારણ કે પૂતળું જુદું અને તમે જુદા. આ પૂતળું તો પાવર ભરેલું છે.
પાવર ખલાસ થયે નિજરે પરમાણુ પ્રશ્નકર્તા ઃ એટલે આ આત્મા જુદો થઈ ગયો છે પછી પરમાણુ અને પાવર એ ચંદુભાઈની સાથે રહ્યો છે ?
દાદાશ્રી : હં, પાવર જેમ વપરાઈ જાયને તેમ પરમાણુ ઊડી જાય.
પ્રશ્નકર્તા : પાવર એટલે આપણા જૂનાં બધાં કર્મો એ પાવર કહેવાયને ?
દાદાશ્રી : એ કર્મમાં પાવર-બાવર બધું આવી ગયું મહીં. પ્રશ્નકર્તા: પાવરમાં કર્મ સિવાય બીજું શું આવે ? દાદાશ્રી : બીજું કશુંય નહીં.
પ્રશ્નકર્તા: કર્મ જ ને? પરમાણુ અને કર્મ એક બાજુ થઈ ગયા ને આત્મા જુદો થઈ ગયો, એવું થયુંને ?
દા.