________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૦૭
એન્દ્રિ-એક્ઝિટ બને થાય, પાવર ચેતનથી પ્રશ્નકર્તા: આપનું ચેતન તત્ત્વ એટલે જે બધાની વિધિ કરો છો, જ્ઞાન આપો છો તે ?
દાદાશ્રી : આ જડ તત્ત્વ જડ તત્ત્વનું કરે છે, ચેતન તત્ત્વ આમાં કશું કરતું જ નથી.
પ્રશ્નકર્તા ઃ તો આપણે આશરો આ જડ તત્ત્વનો જ લેવાનોને ? જડ તત્ત્વ જડ તત્ત્વનો આશરો લેવાનો ?
દાદાશ્રી : એ જડ તત્ત્વ છે પણ એ જડ તત્ત્વ આમ જુદું છે, પાવર ચેતન છે, પણ લાઈટ બધું ચેતનનું છે આ.
પ્રશ્નકર્તા એ દાદા, બરાબર મગજમાં બેસતું નથી. હું ખાલી જોઉ છું અત્યારે નજર સામે એ કે તમે વિધિ કરાવડાવો છો, તમે લોકોનાં સુખદુઃખ પૂછો છો. બધો ફેરફાર થતો અમે જોઈએ છીએ, એ જડ દ્રવ્યની બૅટરીથી જ બધો ફેરફાર થાય છે ?
દાદાશ્રી : એ તો આ એવું છેને, આયે બૅટરીઓથી જ બગડ્યું'તું ને બૅટરીઓથી સુધરે છે. પેલી રોંગ બૅટરીઓ હતી, તે રોંગ બૅટરી આ અજ્ઞાનમાં લઈ ગઈ. હવે રાઈટ બૅટરી એટલે રાઈટમાં લઈ જશે. એટલે જે દરવાજેથી અંદર “ઈન', “ઈન'નો દરવાજો હતો, આ છે તે “આઉટ'નો દરવાજો. “ઈન” દરવાજામાંય કોણ લઈ ગયું ? ત્યારે કહે, એ જડ તત્ત્વ જ લઈ ગયું, પુદ્ગલ તત્ત્વ. અને પછી આ આગળ ગયા પછી “આઉટ'નો દરવાજો મળે છે, તે એ તત્ત્વ બહાર લઈ જાય છે. પછી “આઉટ’ કરીને મુક્તિમાં લઈ જાય છે. આમાં આત્માને પોતાને કશું કરવું નથી પડતું.
પ્રશ્નકર્તા: આપ જે બોલો છો એ પણ પુદ્ગલ જ ને ?
દાદાશ્રી : હા, આ શબ્દો એ આવરણ તોડી નાખે છે, શબ્દોય પુદ્ગલ છે. મેલુય પોતે, સાબુય પોતે ને કપડુંય પોતે ને છેલ્લે પોતે ચોખ્ખો થઈ જાય છે.