________________
६८
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તો ક્રમિક માર્ગમાં શીખવાડે છે શબ્દો. કયા આધારે “તું ચંદુભાઈ છું અને કયા આધારે તે ઘર બાંધ્યું અને આ કર્યું ને તે કર્યું, એ બધું ક્યા આધારે ? એ ઉપચાર વ્યવહારથી.
ઉપચાર નથી કરતા ? આ ખાવા-પીવાનું એ બધું ઉપચારથી નથી કરતો ? બધા ધંધા કરો છો એ ઉપચારથી, બૂટ પોલિશેય ઉપચારથી. ઉપચારથી એટલે શું કહેવા માગે છે કે ભમરડા દૃષ્ટિથી ઘર-નગર આદિનો કર્તા છે. ઉપચાર છે એટલે ટૉપ્સ (ભમરડા) છે, ટી-ઓ-પી-એસ. અને અનુપચરિત વ્યવહારથી એ ટૉસ નથી.
“જઉં છું ને આવું છું” એ ઉપચાર છે. કારણ કે ચરિત થઈ ગયું છે તે ઉપચરિત થાય છે. ચરિત તેના ઉપચરિત થાય છે અને ફંક્શન (કાર્ય કરવું હોય તો ઔપચારિક કરવું પડે. ઉપચરિતનું પછી ઔપચારિક. ચરિત તો થઈ ગયેલું છે અને હવે ઉપચરિત. એ કહે છેને, ઉપચાર માત્ર છેઆ બધું.
અજ્ઞાનતામાં આત્મા (વ્યવહાર આત્મા) અનુપચરિત વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનુપચરિત વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો, કોઈ જાતનો, એની યોજના થઈ નથી, ડિઝાઈન થઈ નથી, તે અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. અને સ્વરૂપનું ભાન થયે કાયમ સ્વપરિણામી છે. એમાં એ કંઈ વિકૃત થયો નથી. વિકૃતિ જો થાય તો બદલાઈ જ જાય, ખલાસ થઈ જાય. આટલું જ સમજાય તો કામ થાય.
હવે લોકોને શી રીતે સમજણ પડે આ બધી વાત? કેમ એવું ના કહ્યું કે વિભાવથી દ્રવ્યકર્મનો કર્તા છે.
પ્રશ્નકર્તા: કર્તા છે જ નહીંને !
દાદાશ્રી : તો પછી આત્મા કર્તા નથી તો કર્યું કોણે ત્યારે ? અને કર્યા વગર થાય નહીં. ભલે એ બિનગુનેગાર તરીકે ગુનેગાર ગણાયો હોય, પણ ગુનેગાર તો ખરોને ? બિનગુનેગાર હોય ને ભલે છૂટી જશે કોર્ટમાં, પણ અત્યારે વ્યવહારમાં ગુનેગાર તો કહેવાય છે ને દુનિયામાં?