________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : થયેલો છે કે ના થયેલાનો કશો સવાલ જ નથી. નથી થયેલો અને થયેલો છે, જેવું માને એવું છે. એ માન્યતા છૂટી જાય તો કશુંય નથી. બધા બહારના પ્રેશરને (સંયોગોના દબાણને) લઈને એ માને, માને એટલે થયું. એ માન્યતા છૂટી જાય તો ઊડી જાય પછી. એવું કશું છે નહીં. બંધાયેલો નથી ને બંધાયો નથી એવુંય નથી. પણ લોક ‘બંધાયો છે' એમ એકાંતિક લઈ જાયને એટલે વિરોધાભાસ લાગે. આની આદિ નથી કે અંત નથી, અનાદિ અનંત છે. રાઉન્ડ એટલે શું ? એની આદિયે ના હોય ને અંતેય ના હોય.
૬
પ્રશ્નકર્તા : અહંકારની જ આ અથડામણ છે એ બરોબર, પણ પહેલા તો આપણે સ્વભાવે શુદ્ધ જ હોઈશું ને ?
દાદાશ્રી : શુદ્ધ જ છે, અત્યારેય છે.
પ્રશ્નકર્તા ઃ શુદ્ધ જ છે, તો આ પ્રતિષ્ઠિત આત્મા આખો ક્યારથી
ઊભો થયો ?
દાદાશ્રી : અજ્ઞાનતાથી. આ જાણ્યા પછી ફરી પાછું અજ્ઞાન પેસી જાય તો નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થઈ જાય. અજ્ઞાનતા એ જ ઈગો (અહંકાર).
પ્રતિષ્ઠા તવી મૂર્તિતી થાય બંધ, શુદ્ધાત્મા પ્રતિષ્ઠિત
પ્રશ્નકર્તા ઃ પ્રતિષ્ઠિત આત્મા અને શુદ્ધાત્મા એ બેમાં ફેર આપે કહ્યા છે તો આત્માના પણ પ્રકાર હોઈ શકે ?
દાદાશ્રી : ના, આત્માના પ્રકાર ના હોય. આત્મા તો શુદ્ધાત્મા જ છે, પણ તમને જ્યાં સુધી બિલીફ રોંગ હતી કે ‘આ હું છું, ચંદુભાઈ તે હું છું' એવી રોંગ બિલીફ લોકોએ બેસાડી હતી અને તમે પણ માની બેઠેલા કે ‘ચંદુભાઈ હું જ છું.' એવી રોંગ બિલીફ બેઠી પછી ‘આ બઈનો ધણી છું' એ બીજી રોંગ બિલીફ બેઠી, પછી ‘આ છોકરાનો હું ફાધર છું' એ ત્રીજી રોંગ બિલીફ પેઠી, એવી કેટલી રોંગ બિલીફ બેઠી હશે ?