________________
૫૯o
રાજાના શયનખંડના દ્વારે મરોડદાર અક્ષરે એક સંસ્કૃત પંક્તિ લખી. “આપદર્ભે ધનં રક્ષેત” અર્થાત જીવનમાં સુલતાની (આપદા) આવે ત્યારે ઉપયોગી બને એટલા માટે ધનનો સંચય કરવો જોઈએ. આંખમીંચીને દાનની ગંગા ન વહાવી દેવાય. મહારાજા ભોજે રાત્રે શયનકક્ષમાં પ્રવેશતાં પંક્તિ વાંચી. તેઓ સમજી ગયા કે, “મારે હિતેચ્છુઓએ મારી દાન પ્રવૃત્તિ પર લગામ તાણવા આ ઉપદેશ લખ્યો છે.' તેઓ સાચા દાનવીર હતા. આ ઉપદેશ પંક્તિ તેમની દાનગતિને અવરોધી શકી નહીં. રાજાએ એ પંક્તિની નીચે બીજી પંક્તિ જોડી. ‘ભાગ્યા ભાાં ક્વ ચાપદ:' અર્થાત પ્રશ્યશાળીને આપત્તિ આવવાની સંભાવના જ ક્યાંથી હોય. તેમને તો આફત પણ અવસરમાં અને પ્રતિકૂળતા અનુકૂળતામાં બદલાઈ જતી હોય છે.
મંત્રીએ રાજાનો તર્કબદ્ધ પ્રત્યુત્તર વાંચ્યો. મંત્રીએ દલીલ કરતાં ત્રીજી પંક્તિ આલેખી કે, “કદાચિત કૃપિતે દૈવે' અર્થાતુ ક્યારેક ભાગ્ય રૂઠે ત્યારે ભલભલા પુણ્યશાળીઓને પણ ભયંકર તકલીફો વેઠવી પડે છે. રામ, પાંડવો, કૃષ્ણ, હરિશ્ચંદ્ર વગેરેને ભાગ્ય રૂઠવાથી જ આપત્તિ આવી હતી. સંકટની સાંકળ બની રહે એટલા ખાતર પણધન સંચય કરી રાખવા જેવો છે.
વળતી રાત્રિએ શયનકક્ષમાં જતાં રાજા આ નવી પંક્તિ વાચતાંવેંત ખડખડાટ હસી પડયાં. દેખીતી. નક્કરતા ધરાવતી એ પંક્તિની દલીલ કેવી પોકળ હતી એ વિચક્ષણ રાજાએ તરત પારખી લીધું. એમણે તક્ષણ શ્લોકની ચોથી પંક્તિ ઉમેરી કે, “સંચિતમપિ નશ્યતિ' અર્થાત્ જો ભાગ્ય રૂઠે અને પુણ્યવાન પણ આફતમાં આવી જાય ત્યારે સાચવેલું ધન પણ નષ્ટ થઈ જશે. બદનસીબે જ્યારે બધું જ બગડવાનું હોય ત્યારે આ પણ ક્યાંથી બચવાનું ? માટે એવી કોઈ ભીતિ રાખ્યા વિનાદાન ગંગા વહેવા દો. એ શુભ કરણી આફતને અટકાવી દેશે!” મંત્રીએ આદઢ ઉત્તર પછી ચૂપકીદી સ્વીકારી લીધી.
આમ, ભોજરાજા ઈતિહાસમાં દાનવીર તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
વિક્રમ રાજાની કથા (વિક્રમ ચરિત્ર, લે. શુભશીલગણિ) ઉજ્જૈની નગરીના ગર્ભભિલ્લ રાજા અને શ્રીમતી રાણીના પનોતા પુત્ર અને જગપ્રસિદ્ધ ભતૃહરિના નાના ભાઈ હતા. ભયંકર વ્યંતર અગ્નિવૈતાલને વશ કરનાર, ભયાનક ક્ષેત્રપાલ દેવને પ્રસન્ન કરનાર, રાજ્યરક્ષિકા ચક્રેશ્વરી દેવી તથા અન્નપૂર્ણા - લક્ષ્મીદેવીનું વરદાન પ્રાપ્ત કરનાર, દેવોથી પણ દુર્જય ખર્પરક તસ્કરનો નાશ કરનાર, પ્રાયઃ અપ્રાપ્ય દિવ્ય સુવર્ણ પુરુષને મેળવનાર અને આ ધન દ્વારા માળવાના સમગ્ર દેવાદારોનું દેવું રાજ્ય તરફથી ચૂકતે કરી પોતાનો સંવત્ ચલાવનારા વિક્રમ રાજા જગતમાં લોકપ્રસિદ્ધ બની ગયા.