________________
૫૫૫
...૨૧૦
કંદોઈએ થરથર કાંપતાં કહ્યું, ‘રાજન્! એ મણિ(રત્ન)મારું નથી. આ રત્ન તો કૃતપુણ્યનું છે. (રાજકન્યાનો હાથમાંગી) અયોગ્ય અને વગર વિચાર્યું બોલવાથી કંદોઈ અતિ હેરાન-દુઃખી થયો. નાનો માણસ જો મોટા માણસોનીવાતોમાં વિશ્વાસ મૂકી તે પ્રમાણે કરે તો ભલે મરે નહીં પણ માંદો તો પડે જ અર્થાત્ અનિષ્ટ જરૂર થાય છે. નીચી જાતિના કંદોઈએ પોતાની ઓકાત (ઓખાત-ગજું) ન જોતાં રાજાની પુત્રીનો હાથ માંગ્યો.
૨૧૧
“મને મારી ભૂલનો પારાવાર અફસોસ થાય છે. અભયકુમાર! તમે મને ક્યારે છોડશો?'' (કંદોઈએ પોતાની ભૂલ કબૂલ કરી તેમજ અંતે સત્ય બોલ્યો માટે) તેને છોડી દેવામાં આવ્યો. કંદોઈની પાસેથી રત્ન લઈ લેવામાં આવ્યું. મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર તુષ્યમાન થયા.
૨૧૨
મહારાજા શ્રેણિકે ખુશ થઈ કંદોઈનો વેરો રદ કર્યો. તેમની સમસ્ત જ્ઞાતિમાં જકાત વેરો માફ કરવામાં આવ્યો. કંદોઈ સંતુષ્ટ થઈ ઘરે ગયો. મહારાજા શ્રેણિકે રત્નના હકદાર એવા કૃતપુણ્યને રાજસભામાં તેડાવ્યો.
...૨૧૩
જયારે રાજસેવકો કૃતપુણ્યના ઘરે ગયા ત્યારે સોહાસણિ ભયની આશંકાથી કંપી ઉઠી. ‘કોઈ લહેણદાર આવતો હોય તેવું દેખાય છે. હમણાં મારા પતિ પાસે આવી ધન માંગશે.’
...૨૧૪
રાજસેવકોને જોઈને સોહાસણિ મનોમન આવો વિચાર કરતી હતી ત્યાં રાજસેવકો એ કહ્યું, “ કૃતપુણ્ય શેઠને મહારાજા શ્રેણિકે રાજદરબારમાં તેડાવ્યા છે. તેમના ઉપર રાજવીની કૃપા પ્રસાદી વરસશે.
૨૧૫
રાજસેવકોના વચન સાંભળી ધણી-ધણીયાણી બન્ને ખુશ થયા. કૃતપુણ્યે રાજા પાસે જવા માટે પોતાના શરીરની શોભા વધારી. તેણે રેશમી પટોળું પહેર્યું, કેડે સોનાનો કંદોરો બાંધ્યો. રેશમી સાળું અને ગળામાં સુવર્ણનો દોરો પહેર્યો. ૨૧૬
તેણે ભૈરવ જાતિની એકતાઈ પહેરી હતી. તેણે પંચવર્ણી પછેડી ઓઢી. આમ કૃતપુણ્ય અત્યંત સાજસજીને ગર્વ સહિત રાજા પાસે જવા નીકળ્યો.
... ૨૧૦ તેણે પગમાં મોજડી પહેરી. દશે આંગળીઓમાં બહુમૂલ્ય વેઢ તેમજ મુદ્રિકા(વીંટી)ઓ પહેરી. મસ્તકે ફૂલ બાંધ્યું, જાણે દેવલોકનો સ્વરૂપવાન દેવ ન હોય! શુભ શુકન જોઈ તેણે ઘરમાંથી પ્રણાય કર્યું. તે
મહારાજા પાસે આવ્યો.
...૨૧૮
મહારાજાને પ્રણામ કરી કૃતપુણ્ય ઊભો રહ્યો. મહારાજા તેનું અભિવાદન ઝીલતાં તેને સિંહાસન પર બેસાડ્યો. રાજાએ તેને પ્રેમથી બોલાવી. તેના હાથમાં જલકાંતમણિ મૂક્યું.
... ૨૧૯
મહારાજાએ કહ્યું, ‘‘કુમાર! રત્નની પરીક્ષા કરો.’' કૃતપુણ્યએ રત્નને જોઈ કહ્યું, ‘‘રત્ન સુંદર છે.'' મહારાજાએ તરત જ કહ્યું, ‘“કૃતપુણ્ય! આ રત્ન તમારું છે. તેને રખડતું કેમ મૂક્યું છે? તેનું જતન(સુરક્ષા) કેમ કરતા નથી ?
...૨૨૦
કોડા(શંખલા) માટે તમારા પુત્રએ કંદોઈને આપ્યું. નીચ કંદોઈએ કિંમતી રત્ન જાણી તમારા પુત્ર પાસેથી પચાવી પાડ્યું. આ જલકાંતમણિ વડે સેચનક ગજરાજની મુક્તિનો ચમત્કાર સર્જાયો. ત્યારે જ આ
રત્નનો મર્મ અહીં પ્રગટ થયો.
ભલે કંદોઈએ આ રત્ન તમારા પુત્રના હાથમાંથી ચોરીને ઝૂંટવી લીધું પરંતુ આ રત્નના સાચા
...૨૨૧