________________
૫૫૩
મહારાજા શ્રેણિક જેવા પિતા દેજો, મરૂદેવી જેવી માતા દેજો. ઋષભદેવ જેવા પુત્ર દેજો અને બળભદ્ર જેવો બાંધવદેજો.
કૃતપુણ્યની પત્ની સોહાસણિ જેવી શીલવંત અને કહ્યાગરી ભાર્યા દેજો. શ્રી જિનેશ્વર દેવનું નામ સ્મરણ કરી આટલું માગતાં અવશ્ય કૃપાળુ જિનદેવ પ્રસન્ન થાય છે.
*. ૧૯૦
... ૧૯૧
દુહા : ૬
દેવાધિદેવ જિનદેવ કૃતપુણ્યને ત્યાં પ્રસન્ન થયા તેથી સોહાસણિ જેવી સુલક્ષણી નારી મળી, જે પતિની સુંદર ભક્તિ કરતી હતી. (પતિના સુખમાં સુખી અને પતિના દુઃખમાં દુ:ખી રહેતી હતી.)
. ૧૯૨
ઢાળ : ૧૦
એક દિવસ સોહાસણિએ પતિની સેવા કરતાં કરતાં ઉત્સુક બની પૂછ્યું, “સ્વામીનાથ! તમે પરદેશથી કાંઈ ધન કમાવી લાવ્યા છો ?'’ કૃતપુણ્યએ કહ્યું, ‘‘હું પુષ્કળ ધન કમાઈને આવ્યો છું, જો એ ધન પ્રાપ્ત થશે તો આપણે માલામાલ થઇ જશું.''
૧૯૩
સોહાસણિએ વિચાર્યું, ‘માલ વહન કરનાર બળદ ગાડા ઉપર ધન લઈ પાછળ આવતા હશે અથવા ધનની કુંડી હશે. મારા પ્રિયતમ કદી ખોટી વાત તો ન જ કરે.'
... ૧૯૪
એટલામાં પુત્ર આવ્યો. તેણે કહ્યું, ‘‘માતા ! ખાવા માટે થોડી સુખડી આપો.'' માતાએ તેને એક લાડુ આપ્યો. તે લાડુ લઈ નિશાળમાં ભણવા ગયો. બપોરે રજા પડતાં તેણે મિત્રોને લાડુખાવા બોલાવ્યા. ૧૯૫ કુમારે પોતાની પાસે રહેલા લાડુના ટુકડા કરી મિત્રોને આપ્યા. ત્યાં લાડુમાં રહેલું અમૂલ્ય રત્ન પાણીમાં પડ્યું. પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું. આ દૃશ્ય જોઈ કંદોઈનું મન રત્નમાં ચોંટી ગયું. તેણે કિંમતી રત્ન કુમારને ભોળવીને પડાવી લીધું. . ૧૯૬
કુમારે કહ્યું, “મને મારો કોડો (શંખલો) જોઈએ.’’ ત્યારે કંદોઈએ કહ્યું, ‘‘ અરે વત્સ! હું તને તેના જેવો જ બીજો સુંદર ઘૂંટો જોઈને આપું છુ.
... 906
ત્યાર પછી કંદોઈએ બાળકને ફોસલાવવા માટે એક લાડુ અને એક કોડો આપ્યો. (મીઠાઈના લોભથી કુમારે પત્થર સમજી કંદોઈને રત્ન આપી દીધું. કુમારે આ વાત પોતાના પિતાને પણ ન કરી.)કંદોઈએ કુમારના ભાગ્યમાંથી રત્ન ઝૂંટવી પોતાના ઘરમાં મૂક્યું. પોતાને જે મનગમતું છે તેને ઓળખનાર આ જગતમાં
ન
પ્રાયઃ થોડા જ હોય છે.
... ૧૯૮
પૌષધ, દાન-પુણ્ય, જિનેશ્વર દેવની પૂજા કરનારો પોતાનો ધર્મ સાધે છે, પરંતુ પરધન આંચકી લેવાના દુર્ગુણથી જેઓ દૂર થતાં નથી તે પ્રાયઃ કંઈ મેળવી શકતા નથી
... ૧૯૯
કંદોઈએ કુમારને છેતરી તેના હાથમાંથી રત્ન આંચકી લીધું. ત્યારપછી કુમારને ફોસલાવી ભગાડી મૂક્યો. (બાળક રત્નના ભેદથી અજાણ હોવાથી રત્ન ચોરાઈ ગયાનો શોક ક્યાંથી હોય?) અંતે વિજય તો સત્યનો જ થાય છે. ખોટા - ધૂતારાઓની કદી જીત થતી નથી. તેની કથા હવે એકાગ્ર ચિત્તે સાંભળો.
૨૦૦
તે અરસામાં (રાજગ્રહી નગરીના રાજતિલક સમાન) મહારાજા શ્રેણિકનો હાથી ગજરત્ન સેચનક ગંગાનદીનું જળ પીવા ગયો. ત્યાં એક બળવાન જળતંતુ હાથીના પગે વીંટાયો.(સેચનક સહેજ પણ આગળ પાછળ ન થઈ શક્યો.) જળતંતુ ચોર્યાશી હાથ લાંબો હોવાથી હાથીના પગને જકડીને રહ્યો. ... ૨૦૧