________________
રાજગૃહી નામની અનુપમ નગરી હતી. જ્યાં શ્રેણિક નામના (ન્યાયસંપન્ન) રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં એક ધનાઢય શેઠ રહેતા હતા. જેમનું નામ ધનાવાહ શેઠ હતું.
... 43
ઢાળ : ૪
ધનાવાહ શેઠની અત્યંત સ્વરૂપવાન વનિતા હતી, જેનું નામ સુભદ્રા હતું. આ દંપતીના પુત્રનું નામ કયવન્ના કુમાર હતું.
...48
જ્યારે કયવન્નાનો જન્મ થયો ત્યારે શેઠે ધામધૂમપૂર્વક જન્મોત્સવ મનાવ્યો. દ્વાર ઉપર તોરણ અને કંકુવાળા થાપા કર્યા.
... ૫૫
તે સમયે વિવિધ પ્રકારના નાટક-અભિનય થયા. ધનાવાહ શેઠે ગરીબોને દાન આપ્યું. સ્વજનોએ બાળકના ઓવારણાં (દુઃખવિારણ કરવા અપાતા આશીર્વાદની રીત)લીધાં.
... ૫૬
આ બાળકનું નામ કૃતપુણ્ય પાડયું. તે બાળક રૂપ રૂપના અંબાર સમો હતો. તેનાં દર્શનથી સહજ
રીતે બધાને તેના પ્રત્યે પ્રેમ ઉભરાતો.
૫૪૨
...46
તેના શરીર પર રેશમી કિંમતી વસ્ત્રો હતાં. વળી, તેણે વિવિધ આભૂષણો-ઘરેણાં પહેર્યાં હતાં. તેનું મુખ પૂનમના ચંદ્રમા જેવું ગોળમટોળ હતું.
...૫૮
આ બાળક બત્રીસ લક્ષણથી યુક્ત હતો; કુશળ કલાવૃંત હતો. ધનાવાહ શેઠને ત્યાં સૌભાગ્યવાન
સંતાન જન્મ્યો હતો.
થયા છે.
... ૫૯
આ કળિયુગમાં જેટલા માનવીઓ છે તેમાંથી શ્રી મહાવીર સ્વામીના શાસનમાં ચાર ઉત્તમ પુરુષો
...૬૦
રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શાલિભદ્ર, બુદ્ધિનિધાન અભયકુમાર, લબ્ધિધારી ગૌતમ મહામુનિ અને સૌભાગ્યવંત કયવના કુમાર (કૃતપુણ્ય). ... 89
આ પુત્ર બીજના ચંદ્રમાની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. તેને શાળામાં જ્ઞાનાર્જન માટે મોકલ્યો. તે ભણીને મોટો વિદ્ધાન થયો.
...૬૨
ઢાળ ઃ ૫
કૃતપુણ્ય ભણી ગણીને મોટો વિદ્ધાન થયો. (તે તત્ત્વજ્ઞાની બન્યો. તેનામાં સાધુ-સજ્જનોની સંગતિ તરફ અભિરુચિ વર્ધમાન બનતી ચાલી.) યૌવન વયે શેઠ-શેઠાણીએ એક સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. આ કન્યાનું નામ સોહાસણિ હતું. તેને પરણીને કૃતપુણ્ય હવેલીમાં લાવ્યો.
કૃતપુણ્ય અને સોહાસણિ વર-વધૂ બન્યા પરંતુ સંસારથી ઉદાસીનવૃત્તિ સેવતા વૈરાગી કૃતપુણ્યને પોતાની પત્ની પ્રત્યે કોઈ સ્નેહ ન હતો. (કૃતપુણ્યની આંખ સોહાસણિને ‘વધૂ’ તરીકે સ્વીકારવા તૈયાર ન હતી.) તે કામભોગથી વિરક્ત રહેતો હતો, તેને સંસારીનાં સુખો તુચ્છ (વિષ-ફળ સમાન) લાગતાં હતાં. ...૬૩ એક દિવસ સોહાસણિ જિનમંદિરમાં ગઈ. તેની સુંદર વેશભૂષા, આભૂષણો અને અનુપમ રૂપ જોઈ નગરની સ્ત્રીઓએ પ્રશંસા કરતાં કહ્યું, ‘ધન્ય છે તને! જેને ધનેશ્વર શ્રેષ્ઠી જેવો સસરો, સુભદ્રા જેવી સદ્ગુણી સાસુ અને મહાભાગ્યવાન કામાસક્ત કૃતપુણ્ય જેવો ભરથાર મળ્યો છે.''
...૬૪
આ સાંભળી સોહાસણિએ કહ્યું, “બહેનો! તમે શું જાણો ? ધનેશ્વર સસરા અને સુભદ્રા સાસુ ભલા છે. પરંતુ મારા ભરથાર કૃતપુણ્યમાં કોઈ ચતુરાઈ નથી. તે સંસારની ગતિને (લગ્ન વેલડીના ફળને)