________________
૫૦૧
આવીને તમારા હાથે તંબોલ-પાન બનાવીને આપશો ત્યારે ખાઈશ. મૂઆ, ચંદન આદિ સુગંધી પદાર્થોનો આજથી ત્યાગ કરું છું. મેવા, મીઠાઈ અને વિગઈનો નિયમ કરું છું. પ્રભાતે ઉઠીને દેવ-ગુરુને વંદન કરીશ. જિનાલયમાં જિનસ્તુતિ અને દીવો કરીશ. પર્વ તિથિએ તપ-જપ, આયંબિલ, નીવી, એકાસણી કરીશ. ધર્મથી જ પ્રિયનો સંગ થાય છે. પાર્વતી શંકરને, રતિ કામદેવને, રૂક્ષ્મણી કૃષ્ણને, ચકવી ચક્વાને અને સીતા રામને યાદ કરે છે; તેમ હું સદા તમારું સ્મરણ કરીશ. હું મેઘની જેમ દ્વાર પર ઉભી ઉભી સદા તમારી વાટ જોતી રહીશ.” બન્ને સ્ત્રીઓ નિસાસો નાંખતી, વારંવાર પાછું વળી વળીને પતિને જોતી ઘર તરફ પાછી ફરી. (દુ.૧૩, ઢા.૧૩, ક.૧-૧૬)
ઉપરોક્ત ઘટકોશમાં ધર્મની ઉપયોગિતા, પતિના સુખની કામના અને પતિ પ્રત્યેનો અથાગ પ્રેમ દર્શાવવા કવિશ્રીએ પૌરાણિકદષ્ટાંતોનો આશરો લીધો છે. કવિશ્રી દીપ્તિવિજયજી: છ માસ પછી ધનવતીની ગોદ ભરાણી. ત્યારે નાયકે કહ્યું, “સુંદરી ! હું પરદેશ જવા માંગું છું. મને કઈંક ધન આપ, જેમાંથી કરિયાણું લાવી શકાય.” નાયિકાએ એક અમૂલ્ય આભૂષણ અને દહેજમાં મળેલું મકાન ગીરવે મૂક્યું. નાયિકાએ કોથળીમાં લાડુ ભર્યા.નાયકે પ્રવાસમાં જવા યોગ્ય વેશપહોર્યો. કેડમાં પૈસાની થેલી બાંધી, ખાટલો લઈ નાયિકા નાયક સાથે વણઝારાની ટોળીમાં આવી. નાયિકાએ નાયકને કહ્યું, “વાલમ! વહેલા ઘરે પધારજો, તમારું જતન કરજો, રખે! મને ભૂલી જતા. તમે દીર્ધાયુ થાઓ. ઉંબરના વૃક્ષની જેમ ખૂબ ફળજો (ધન કમાજો). તમારા મનોરથ પૂર્ણ થાય. તમે જ્યારે પાછા મળશો ત્યારે મારું મન આનંદિત થશે. તમે દૂરદેશાવરમાં હશો પણ તમારી દરેક વાતોને હું હદયમાં રાખીશ. મારો આત્મા તમારી પાસે જ હશે. (૧૧૨-૧૨૪) કવિશ્રી મલયચંદ્રજીઃ નાયિકાએ કહ્યું, “અનાજ કઈ રીતે મેળવશું. તમે કોઈ વ્યવસાય આદરો. સાથે સાથે દેશાવરમાં ફરો. આપણા બન્ને મકાનો અને મારું ઘરેણું વ્યાજે મૂકી પૈસા મેળવો.” સોહામણીએ પ્રવાસમાં જતા નાયકને કોથળીમાં ચોખા, ૨૦-૩૦ લાડુ ભરીને આપ્યાં. વળી, ધન વાંસણીમાં ભર્યું. કવિશ્રી ફતેહચંદઃ એક માસ ઘરનું સુખ ભોગવીને નાયક પરદેશ ચાલ્યો. સાર્થના પડાવમાં હજારો માણસો હતા. અનેકઠેકાણે તંબુ તાણેલા હતાં. દેવળમાં પલંગઢાળી, બિછાનું પાથરી નાયકલાંબો થયો. (૧૩-૧૪). અજ્ઞાત લેખક (બાલા.) : નાયક કેટલોક સમય ગ્રહવાસમાં રહ્યો. ત્યારપછી તેણે નાયિકાને કહ્યું, “મારી પાસે ધન નથી. હું શું વ્યાપાર કરું? ઘરનું સંચાલન કઈ રીતે થશે?” નાયિકાએ ઉદાર મને કહ્યું, “સ્વામી! તમે કુશળ છો તો ઘણું ધન મળશે. ધન એ તો શરીરના મેલ સમાન છે. સારું શકુન જોઈનાયક સાર્થમાં જોડાયો. અજ્ઞાત કથાકાર : પડોશમાં રહેતાં ચંદ્રજશ શેઠ સાથે નાયક પરદેશમાં ગયો. નાયક સાર્થના પડાવમાં બલદેવના દહેરામાં ખાટલો ઢાળી સૂતો.
- આ પ્રસંગને પ્રત્યેક કવિઓએ પોતાની મતિ કલ્પના વડે વિસ્તૃત કર્યો છે. કવિશ્રી રતનસૂરિજી, કવિશ્રી કલ્યાણરત્નજી, અજ્ઞાત રચનાકારે (સઝાય, બાલા., કથા) વ્યાપાર માટે ધનની જોગવાઈ કરવા હેતુથી મકાન ઈત્યાદિ ગીરવી મૂકવાની વાત કરી નથી. કવિશ્રી ગુણસાગરજીએ નાયિકા પાસે રહેલા એક હજાર સોનૈયાનો વ્યાપારમાં ઉપયોગ કર્યો; કવિશ્રી લાલવિજયજીએ વ્યાજે ધન મેળવ્યું; કવિશ્રી