________________
૪૮૨
કવિશ્રી લાલવિજયજી: “યૌવનભરિઆવિઉ, બાપિં તે પરણાવિઉ(3) કવિશ્રી વિજયશેખરજી : “યોવનભરિ જવ આવીયો, વેધક વચન લહિ (વિ)રાગ રે; બોલઇ સોહામણૂં સહજિસિઉં, બાંધી સારંગી વલી પાગરે.ધનસેઠ અવસર જોઇ નઇ, વૈશ્રમણ સેઠ સુવિખ્યાત રે; કાંતિમતી તસ્ય કન્યકા, કરિઉ વીવાહ મનિ ભાત રે' (૮૩-૮૪) કવિશ્રી જયરંગમુનિ પ્રસંગોપાત કવિશ્રીએ પોતાની વર્ણનશૈલીમાં નીચેની બાબતો ઉમેરી છે.(ક.૨૩-૨૯)
વસુમતી શેઠાણીએ યૌવન વયમાં પ્રવેશતાં પુત્રને વિવાહ કરી ઘરસંસારના દોરડે બાંધવાની વાત પતિને કરી. પ્રસંગોપાત કવિ પુત્રવધૂના આગમનના લાભ શેઠાણીના મુખેથી કહે છે.
પુત્રવધૂ વિનાનું ઘર સૂનાં રણ સમાન ભેંકાર ભાસે છે અર્થાત્ પુત્રવધૂના આગમનથી સૂનું મહેલ ગુંજી ઉઠશે. વહુનિત્ય સાસુના ચરણે નમન કરશે. ત્યારે સાસુ તેને શુભાશિષ આપશે. પુત્રના લગ્ન થતાં ઘરમાં પૌત્રની પધરામણી થશે. પૌત્રના આગમનથી વંશવૃદ્ધિ થશે.
નવવિવાહિત યુગલના નિવાસ સ્થાનનું વર્ણન આકર્ષક અને અદ્ભુત છે, જેમાં તે સમયની મકાનની બાંધણી અને સજાવટનો ખ્યાલ આવે છે.
શેઠે વિવાહ પ્રસંગે સ્વજનો અને નગરજનોને વિવિધ તાજાં અને સ્વાદિષ્ટ પકવાનો જમાડયાં. (૨૯) કવિશ્રી દીપ્તિવિજયજી કૃતપુણ્યના વિવાહ સોળ વર્ષ થયા છે. (૪૩-૪૪)
મૂળ કથામાં ચરિત્રનાયકના લગ્નની વય મર્યાદા બતાવવામાં આવી નથી તેથી અનુમાન કરી શકાય કે ૨૦૦ વર્ષ પૂર્વે કવિશ્રીના સમયમાં સમાજમાં યુવકની લગ્નની વય મર્યાદા સોળ વર્ષની હોવી જોઈએ. આજના સંવિધાન પ્રમાણે એકવીસ વર્ષનો યુવક અને અઢાર વર્ષની યુવતી વિવાહ યોગ્ય ગણાય છે. કવિશ્રી મલયચંદ્રજી : “જોવન આવ્યું જાણે અમર, પાણીગ્રહણ કરાવ્યું કુમર; સુકુલણી સોહાસણિ તાસ, પરણ્યા પૂંઠેન પોહોતી આસ' (૧૪) કવિશ્રી ફતેહચંદજીઃ “જોવન વયમેં આવેં, સાગર કન્યા જયશ્રી નામેં' (ઢા.૧, ક.૪) કવિશ્રી ગંગારામજીઃ કવિશ્રી જયરંગમુનિની જેમ વસુમતીએ પોતાના પતિ ધનદત્ત શેઠ પાસે જઈ પુત્રના લગ્નનો પ્રસ્તાવ મૂકયો ત્યારે શેઠે જેશીને તેડાવી લગ્ન પ્રસંગે જોષ જોવડાવ્યો. ત્યાર પછી સાગરદત્ત શેઠની દેવીસ્વરૂપા જયશ્રી નામની પુત્રી સાથે વિવાહ કરાવ્યા. ત્યારપછી શયનખંડનું અલૌકિક વર્ણન કર્યું છે. (ઢા.૨, ક.3-૮) કવિશ્રી વિજયધર્મધુરંધર સૂરિ કૃતિ અત્યંત ટૂંકાણમાં આપી છે તેથી નાના-નાના કથાંશોનો અહીં સમાવિષ્ટ થઈ શક્યો નથી. અજ્ઞાત કવિશ્રી (સક્ઝાય) ‘જોવન ભરી કન્યા પરણાવિઉ' કહી કથાપ્રવાહમાં આગળ વધે છે. અજ્ઞાત લેખક (બાલવબોધ): “પિતાઈ મોટા વ્યવહારિયાની પુત્રિ રૂપવંતી, ચતુર, સુસીલ પરણાવિ.' એવું આલેખે છે. અજ્ઞાત લેખક (કથા) : “એહવે પિતાઈ ગંધદત્તની પુત્રી રવંડા નામે પાંણી ગ્રહણ કરાવી.”