________________
૪૬૮
૮.
ગતિ
પોતાનો વંશવેલો અખંડ રહે તે હેતુ મોહવશ ધનસાર શેઠ સ્વયં પુત્રને અવળે માર્ગે ચડાવવા તૈયાર થયા. અહીં શેઠાણીનો અભિપ્રાય રચનાકારે દર્શાવ્યો નથી. ધનસાર શેઠે સાત વ્યસની (જુગાર, માંસભક્ષણ, શરાબ, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન) પુરુષોને તેડાવ્યા. વ્યસની પુરુષોએ કૃતપુણ્યને સંસાર રસિક બનાવવા શેઠ પાસેથી એક માસની અવધિ માંગી. એક માસમાં કૃતપુણ્યનો વૈરાગ્યનો રંગછૂટી ગયો. હવે તે પોતાની પત્ની પ્રત્યે અનુરાગી બન્યો. એકવાર કૃતપુણ્ય પોતાની પત્ની સાથે મહેલના ઝરૂખામાં બેઠો હતો ત્યારે રાજમાર્ગ પરથી પસાર થતી સ્વરૂપવાન ગણિકાને તેણે જોઈ. ગણિકા પ્રત્યે તેને કામરાગ જાગ્યો. તેણે વિચાર્યું, “હું ગણિકા સાથે વિષયસુખો ભોગવી આનંદ કરું. મારા ઘરમાં ધનની કોઈ કમી નથી. જ્યારે ધનની જરૂર પડશે ત્યારે ઘરેથી મંગાવી લઈશ.”
કૃતપુણ્ય સ્ત્રીરસિક બન્યો ત્યારે ગણિકાનો ભેટો થયો. તેને ગણિકામાં આસક્ત બનવા માટેનો વેગશ્રીમંતાઈના કારણે મળ્યો.
ગણિકાનું નામ ગુલાબસુંદરી હતું. ૯. કૃતપુણ્યના માતા-પિતાએ પુત્રને ઘરે પાછો બોલાવવાદાસી દ્વારા બે વાર સંદેશા મોકલાવ્યા. ૧૦. જ્યારે દાસી કૃતપુણ્યના માતા-પિતાના મૃત્યુના સમાચાર આપવા ગઈ તે સમયે કૃતપુણ્યએ
દાસીને કહ્યું, “મારી પત્નીને જઈને કહેજે કે, મૃત્યુ પામેલા માતા-પિતા પાછા નહીં આવે પરંતુ મારા ભરણપોષણ માટે એક ક્રોડ સોનૈયા મોકલાવે.”
અહીં વેશ્યાના સહવાસમાં ગળાડૂબ કૃતપુણ્યને માતા-પિતાના મૃત્યુનો અંશમાત્ર શોક થયો નથી. અહીંરાસનાયક અંતિમ સંસ્કાર કરવા જેટલો વિવેકપણ કેળવી શક્યો નથી. ૧૧. અક્કાએ નિર્ધન કૃતપુણ્યને ગણિકાવાસમાંથી બહાર કાઢવાની સૂચના પોતાની પુત્રી ગુલાબ
સુંદરીને કરી ત્યારે તેણે થોડી આનાકાની પછી તરત જ કહ્યું, “માતાજી! તમને ગમે તે કરો.”
અહીં ગુલાબસુંદરીને કૃતપુણ્ય પ્રત્યે ઉપરછલ્લો સ્નેહ હતો, એવું અજ્ઞાત કવિ દર્શાવે છે, તેથી જ તેમણે કૃતપુણ્યની છ પત્નીઓનો ઉલ્લેખ કથામાં કર્યો છે. ગુલાબસુંદરીને પત્ની તરીકે લેખી નથી. ‘વેશ્યા કદી કોઈની ન થાય તેવા ભાવો પ્રદર્શિત કરવા કથાકારે કથાઘટકમાં
ફેરફાર કર્યો હોવો જોઈએ. ૧૨. અક્કાએ જ કચરો વાળવાના બહાને કૃતપુણ્યને સિંહદ્વાર સુધી પહોંચાડી કમાડ બંધ કર્યા.
કૃતપુણ્ય પાછો વેશ્યાવાસમાં ન આવે તે માટે અહીં નોકરોનું કાર્ય સ્વયં ધૂતારી અક્કાએ જ કર્યું છે. ૧૩. ધનસાર શેઠનું ઘર પડી જતાં કૃતપુણ્યની પત્ની એક નાનકડી ઓરડીમાં રહેતી હતી. ૧૪. કૃપુષ્યએ પરદેશ જઈ ધન કમાવવાની ઈચ્છા પત્ની સમક્ષ કરી ત્યારે પત્નીએ કહ્યું,
“સ્વામીનાથ! તમે ક્યાં પરદેશ જશો? તમે અહીં જ રહો. હું કાંતવાનું, પીસવાનું અને ખાંડવાનું કાર્ય કરી ઘર સંસાર ચલાવીશ. તમે જરા પણ ચિંતા ન કરશો.”