________________
૪૫૪
૩. ગંગદત્ત કોઈક કારણથી શુભ ધ્યાનમાં મૃત્યુ પામ્યો. (૧૧)
કવિશ્રીએ ‘કિણહી કારણ આલેખી ગંગદત્તના મૃત્યુનું સચોટ કારણ બતાવ્યું નથી પરંતુ ગંગદત્ત સુકૃત્યની અનુમોદના કરતો શુભભાવમાં મૃત્યુ પામ્યો. કૃતપુણ્યની માતાનું નામ સુભદ્રા હતું. (૧૨) રાસનાયકને ધનની જરૂર પડતાં નાયિકાએ પિયર અને સાસરાનું એમ બન્ને મકાન ગીરવે મૂક્યાં. (૩૩-૩૪) સાર્થમાં રહેલા પ્રવાસીઓ કોઈ ભૂમિ ઉપર તો કોઈ ગુણ (કોથળા) ઉપર સૂતા હતા. તે સ્થાનમાં ખાટલા ઉપર એક તેજસ્વી પુરુષ સૂતો હતો. તેને જોઈને વૃદ્ધાએ કહ્યું, “આ કોઈ ભાગ્યશાળી પુરુષ છે.” (૪૧) ચારે સ્ત્રીઓએ ખાટલો ઉપાડતાં પહેલાં (અવાજ ન થાય તે હેતુથી) પોતાના પગની મોજડીઓ ઉતારી નાખી. (૪૨)
અકૃત્ય હંમેશા ગુપ્તપણે જ થાય છે. તેના અનુસંધાનમાં કવિશ્રીએ યોગ્ય ભાવો નિરૂપણ કર્યા છે. વૃદ્ધાએ સ્વયં પોતાના મૃતક પુત્રને ખાડો ખોદી દાટી દીધો હતો અને હવે જો કૃતપુણ્યનું ઉપરાણું લઈ કંઈક કહેવા જાય તો વૃદ્ધા કૃતપુણ્યને ઝેર આપી મારી નાખે એવો ભય હતો. આમ, કૃતપુણ્યને સદંતર ગુમાવવાના ભયથી સ્ત્રીઓ મૌન બની ગઈ. (૫૧-૫૨)
અહીં વૃદ્ધાની તમોગુણી વૃત્તિ, આધિપત્ય, સ્વાર્થી વિચારશૈલી જોવા મળે છે. ૯. ચારે સ્ત્રીઓએ પરોપકાર કરવાના બહાના હેઠળ ચાર ચાર મણનાં મોટાં લાડવા બનાવી તેમાં રત્નો મૂક્યાં. આ લાડવા પરસાસુની નજરન પડે તે રીતે તેનું જતન કર્યું. (૫૪)
ચારે સ્ત્રીઓએ કૃતપુણ્યમાં આત્મીયતા અને પતિભાવ ઠાલવી દીધો હતો. તેથી તેમની તીવ્ર કર્તવ્યભાવના પરિશુદ્ધ બની હતી. તેમને પોતાના સ્વધર્મ અંગેની સભાનતાનું પૂરેપૂરુંભાન હતું. ૧૦. કંદોઈએ બીડું ઝડપ્યું ત્યારે મહારાજા શ્રેણિકે કહ્યું, “હાથીને મરવા દો.” (૦૪)
મહારાજ શ્રેણિક પોતાની પુત્રીને કંદોઈ જેવી નીચ જ્ઞાતિમાં આપવા બિલકુલ ઈચ્છતા ન હતા, તેવું આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે.
૧૩. કવિ શ્રી ફતેહચંદ કૃત કયવન્ના ચોઢાળિયું (સં. ૧૮૮૧) આચાર્યશ્રી ઈન્દ્રભાણજીના રાજ્યમાં તેમના શિષ્ય શ્રી ફતેહચંદજીએ પુણ્યનો મહિમા વર્ણવવા ચારઢાળ અને ચાર દુહા એમ કુલ ૧૦૩ કડી પ્રમાણ આ“કયવન્નાચોઢાળિયા'ની રચના વિ.સં. ૧૮૮૧, પોષ વદ અગિયારસના દિવસે કરી છે. (ઢા.૪, ક.૨૦) • કવિશ્રી ગચ્છ અને ગુરુપરંપરા સંબંધી મૌન છે. કવિશ્રીના જીવન અને કવન વિશે માહિતી ઉપલબ્ધ નથી.
૧. ચોઢાળિયું જુઓ પરિશિષ્ટ વિભાગ,