________________
૨૯
આવનારની તમામ જવાબદારી સંભાળવામાં તે ઉણાં ઉતરે તેવા નથી. તે વેપાર વણજમાં સુવિધા કરી આપે તેવા છે.” કૃતપુણ્ય સાર્થવાહ સાથે વેપાર ખેડવા દેશાંતર જવાનું નક્કી કર્યું.
તે પૂર્વે કૃતપુણ્યએ પત્નીઓને સૂચના આપતાં કહ્યું, “હે ગૃહદેવીઓ! તમે તમારા આચારવિચારમાં અચલ રહેજો. ધર્માચરણમાં તમારા સમયનો સદુપયોગ કરો. તમારા જેવી બુદ્ધિશાળી અને ચતુર સ્ત્રીઓને વધુ શું કહેવું?' બન્ને સ્ત્રીઓએ આંખોમાં ઘસી આવેલાં આંસુઓને રોકી કાર્ય સિદ્ધ કરી શીધ્ર પધારવાનું કહ્યું.
પરદેશમાં પતિદેવની ક્ષેમકુશળતા જળવાય તે હેતુ ધન્યાએ ધનપતિ સાર્થવાહને યોગ્ય ભલામણ પણ કરી. પતિની તરફેણ કરતાં કહ્યું, “કાકાજી! મારા પતિદેવ વ્યવસાયથી અને બહારની દુનિયાના જ્ઞાનથી તદ્ન અજાણ છે. તમે એમને સાથ સહકાર આપજો.ધન કમાવવામાં સહાય કરજો.” ધન્યા પતિને સાર્થવાહના પડાવમાં મૂકી, ભારે હૃદયે ઘર તરફ વળી.
વહાણ પ્રભાતે હંકારવાનું હોવાથી રાત્રે બે ઘડી વિશ્રામ લેવાના ઈરાદાથી કૃતપુણ્યએ નગરની બહાર એક દેવાલયમાં પ્રવેશ કર્યો. એ દેવાલયમાં ધન્યાએ આપેલા એક જીર્ણ ખાટલા પર કૃતપુણ્ય આડો પડયો. થાકના કારણે તેને મીઠી નિદ્રા આવી ગઈ.
કૃતપુણ્યનો સૌભાગ્યનો સૂર્ય ઝળહળતો હતો તેથી બાર વર્ષનો સમયગાળો સુખ ચેનમાં પસાર થયો. વળી સૌભાગ્યને આડે વાદળું છવાયું. ધન કમાવવા પરદેશ જવું પડયું. જેમ વાદળાનું આવરણ સૂર્યને લાંબો સમય ઢાંકી ન શકે, તેમ કૃતપુણ્યને અલ્પ સમય માટે જ અંધકાર વેઠવાનો હતો. એ જ રાતે અણધાર્યુંપુણ્ય પ્રગટ થયું.
સાર્થવાહના પડાવ સાથે દેવાલયમાં શય્યા પર સૂતેલા કૃતપુણ્યને મધ્ય રાત્રિના સમયે આગંતુક અનેરા માન-સન્માન સાથે પોતાના મહેલમાં લઈ ગયા. તે સમયે લોકો નિદ્રાદેવીના ઉત્સંગમાં આરામ લેતા હતા. પક્ષીઓ વૃક્ષો ઉપર પોતાના માળામાં ચૂપચાપ સૂતા હતા. આવી સૂમસામ રાત્રિએ કૃતપુણ્યનું પુણ્ય જાગૃત થયું. કોઈપણ જાતનો વિરોધ કર્યા વિના કૃતપુણ્યએ કુતુહલવશ પોતાનું અપહરણ થવા દીધું. તે વિસ્મયકારી ઘટનાને જોઈએ.
રાજગૃહી નગરીમાં ધનદેવ શેઠની હવેલીમાં અકસ્માત મૃત્યુનો આઘાતજનક કિસ્સો બન્યો. આશ્ચર્યજનક વાત એ હતી કે આ મૃત્યુને છાવરવાનો (ઢાંકપિછોડો) પ્રયત્ન કરવામાં આવ્યો.
ધનદેવ શેઠ રાજગૃહી નગરીના પ્રતિષ્ઠિત વ્યાપારી હતા. તેમની રૂપવતી નામની સુંદર પત્ની હતી. તેમનો જિનદત્ત નામનો પુત્ર હતો. તે સૌંદર્યવાન, પ્રતિષ્ઠિત અને ધર્મનિષ્ઠ હતો. ખાનદાના કુળની ચાર સ્વરૂપવાન કન્યાઓ સાથે તેના પાણિગ્રહણ થયા. ધનદેવ શેઠની હવેલીમાં પરિવારજનો સ્વર્ગ સમા સુખ વિલસી રહ્યાં હતાં. આ પૂર્વની પુણ્યાઈનું આ ફળ હતું.
પુણ્યનો સૂર્યઝગારા મારતો હતો ત્યાં અચાનકદુઃખના ઓળા ઉતર્યા. ઉપાર્જન કરેલા કર્મો ક્યારે ત્રાટકશે, ક્યારે જીવન આંધીમાં ફંગોળાઈ જશે, તેનો અણસાર પામર માનવી ક્યાંથી પામી ૧.શેઠનું નામ ધનદ શેઠ અને શેઠાણીનું નામ ધનદેવી હતું. (કયવન્નશેઠયાને માયાનો ચમત્કાર)