________________
૪૫૧
૨૩. વનવતીએ બારણે ઉભેલા પતિને રૂપ (અણસાર) પરથી ઓળખ્યા, ત્યારે તે ઘૂંઘટ તાણી ઊભી
થઈ. ૧૦૫) ૨૪. માતા-પિતાના નિધનના સમાચાર પત્નીના મુખેથી સાંભળી કૃતપુણ્ય ભાંગી પડયો. “હું કેવો
કુજાત કે માતા-પિતાની સેવા ન કરી શક્યો.” (૧૦૮) ૨૫. કૃતપુણ્યને મળવા સગાંવહાલાં તેમજ મહાજનનાં ઘણાં લોકો આવ્યાં. તેણે ચાર દિવસ માતાપિતાના મૃત્યુનો શોકપાળ્યો. (૧૧૧-૧૧૨)
અહીં બેસણામાં લૌકિકે ખાસ સગાસંબંધીઓ દિલાસો દેવા એકત્ર થયા છે, જે રૂઢિચુસ્તતા બતાવે છે. ૨૬. જિનદત્ત શ્રેષ્ઠીના મૃતદેહને સ્વયં તેની માતાએ જ જમીનમાં દાટ્યો. (૧૨૯) ૨૦. જિનદત્ત શ્રેષ્ઠીની માતા રૂપવતી બુદ્ધિશાળી, નિર્ભય, વ્યવહારકુશળ અને પોતાનો સ્વાર્થ. સાધવામાં પ્રવીણ હતી. (૧૩૦)
અન્ય કવિઓ રૂપવતીને રૂઆબદાર સ્વભાવની અને પુત્રવધૂઓ ઉપર દાબ કરનારી દર્શાવી છે, જ્યારે શ્રી દીપ્તિવિજયજી તેને કઈક જુદી જ ચિત્રિત કરે છે. ૨૮. કનકાવતી, ગુણસુંદરી, રૂપસુંદરી અને ભાગ્યવતી આ ચાર જિનદત્તની પત્નીઓ હતી. (૧૩૨)
ચાર પુત્રવધૂઓનાં નામ અન્ય કોઈ કવિએ ટાંક્યાં નથી. તે સમયે સમાજમાં બહુપત્નીત્વ પ્રથાને માન્યતા મળી હશે, તેથી જ મહારાજા શ્રેણિકની ત્રેવીસ પત્નીઓ હતી અને કૃતપુણ્યની
સાતપત્નીઓ હતી. ૨૯. રૂપવતી શેઠાણીએ પોતાની પુત્રવધૂઓને સૂચના કરી કે, “તમારો પતિ સ્વર્ગવાસી થયો છે પરંતુ તમે ચૂડો ભાંગી કે ગળાનો હારતોડી વિધવાનો દરવેશ ન પહેરશો. (૧૩૩)
અહીં સાસુ પ્રખર સુધારક નથી બન્યા પરંતુ ધનની સુરક્ષા હેતુ પ્રપંચ રચવા સોહાગણનું નાટકકરાવે છે. 30. ચારે સ્ત્રીઓ પતિ સમજીને નહીં પરંતુ ધનની સુરક્ષાના સ્વાર્થ ખાતર કૃતપુણ્યને ઉપાડીને ઘરે
લાવી. (૧૪૨) ૩૧. કૃતપુણ્યને વારાંગનાના ઘર કરતાં જિનદત્ત શેઠના ઘરે અપાર સુખ હતું. (૧૬૧) ૩૨. કૃતપુણ્યએ સ્ત્રીઓને પૂછયું, “હું કઈ નગરીમાં છું? આ શું છે? મને સત્ય કહો.” સ્ત્રીઓએ
વાતને ટાળતાં કહ્યું, “એની કથા ઘણી લાંબી છે. હમણાં કહેવાય તેવી નથી.”(૧૦૩-૧૦૫) ૩૩. ચારે સ્ત્રીઓએ ઉપકાર કરવાના બહાને સુવર્ણના સિક્કા (ટંક) આપવાનું ટાળ્યું, કારણકે તેમ કરતાં સાસુને જાણ થાય, તો વિખવાદ ઉભો થાય. (૨૦૮)
તે સમયે વ્યવહારમાં ટંકનું ચલણ હતું, તેવું અહીં સ્પષ્ટ થાય છે. ૩૪. સાર્થના પડાવમાં સૂતેલા કૃતપુણ્યએ પ્રભાતે પોતાની સમક્ષ ધનવતીને ઉભેલી જોઈ. ત્યારે તેણે વિચાર્યું, “મારે પત્ની સમક્ષ કોઈ ગુપ્ત વાત કરવી નથી.” (૨૩૪)
પ્રસંગોપાત “સ્ત્રીઓને ગુપ્ત વાત કરવી નહીં,' એવા નીતિશાસ્ત્રના કથનને કથાપ્રવાહમાં ગૂંથવા કવિશ્રી એ કૃતપુણ્યના વિચારોમાં વળાંક આપ્યો છે.