________________
૪૪૮
ગાળી. તે પ્રસંગે કવિશ્રી વિસ્તારપૂર્વક દુષ્કર્મોની હારમાળા વર્ણવે છે, જેમાં પાપકર્મથી આઘા રહેવાનો ઉપદેશ છૂપાયેલો છે. વળી, રાસનાયિકા પતિના ક્ષેમકુશળતાની કામના કરતી જોવા મળે છે. અહીં કરૂણ રસનું નિરૂપણ થયું છે. (૨૨૨-૨૨૯) ૧૨. યક્ષ પ્રાસાદની અલૌકિક સુંદરતા, યક્ષ મૂર્તિનો તળપદી પહેરવેશ અને શૃંગાર; જેમાં તે જમાનાના શ્રેષ્ઠીઓનો પહેરવેશ અને મંદિરોના બાંધકામોની જાણકારી પ્રાપ્ત થાય છે. (૨૮-૨૯૪)
અભયકુમારકામધેનુ જેવી ઈષ્ટ સાધનારી બુદ્ધિના કારણે જૈન સમાજમાં છવાઈ ગયા.
ઉપદેશાત્મક શૈલી : ૧. બાળક, યાચક, ચોર, રાજા, યમરાજ, અગ્નિ અને પારધી આ સાતને ઘરની પરિસ્થિતિનું ભાના ન હોય. (૨૩) ૨. આ જગતમાં શક્તિ અનુસાર કોઈને સહાય કરવી અથવા કોઈના પર ઉપકાર કરવો તે શ્રેષ્ઠ છે. (૨૪). ૩. દાનનો મહિમા ગાતાં પ્રસંગોપાત કવિશ્રી કૃતપુણ્ય, ભગવાન બદષભદેવ, મૂલદેવ કુમાર અને વિક્રમરાજાના દષ્ટાંતો ટાંકે છે. (૧૪૯-૧૫૨) ૪. જેવું સ્થાન સેવીએ તેવું ફળ પ્રાપ્ત થાય, તેના સંદર્ભમાં સંસ્કૃત શ્લોક દ્વારા કવિશ્રી સિંહ અને શિયાળનાં દષ્ટાંતો આપી કથનની પ્રમાણતા દર્શાવે છે. (૧૬૧-૧૬૨) ૫. જે ગુણોનો ભંડાર છે, તે ઉત્તમ મનુષ્ય છે. જે ગુણીજનોના ગુણને ઓળખતો નથી, તે મૂઢ (ગમાર) કહેવાય છે. આ કથનની પૂર્તિ માટે કવિશ્રીએ ભ્રમર અને સરોવરના દષ્ટાંત સંસ્કૃત શ્લોકમાં ટાંક્યાં છે. અહીં ભ્રમરને ઉત્તમ અને સરોવરને મૂઢમાં ખપાવ્યા છે. (૧૯૬-૧૯૦) ૬. ગણિકાપુત્રી કૃતપુણ્યની પત્ની સાથે રહીને ધર્મિષ્ઠ બની ગઈ. ખરેખર! જેવો સંગ તેવો રંગ (૩૩૦) ૭. ગણિકાને દાન, શીલ અને ભાવ તત્ત્વનો ઉપદેશ આપતી વનવતી પ્રસંગોપાત શીલની મહત્તા દર્શાવવા શૂરપાળ રાજાની રાણી શીલામતી અને ચંદનબાળાનાં દૃષ્ટાંત આપે છે. (૩૪૦-૩૪૫) ૮. ભગવાન મહાવીરની દેશના (૩૫૩-૩૯૪), જેમાં શ્રાવકના ૨૧ ગુણો (૩૫૮-૩૬૦); આત્માની ગતિ, આત્માનો પરિવાર, આત્મના શત્રુનો પરિચય (૩૦૦-૩૯૩); જે લલિત વિસ્તરા ગ્રંથ'ની સ્મૃતિ કરાવે છે. જેમાં સિદ્ધર્ષિગણિએ આત્માના શત્રુ અને મિત્રનો સુંદર પરિચય કરાવ્યો છે.
સંવાદાત્મક શૈલી : ૧. ગંગા અને પાડોશણ વચ્ચે પુત્રના રુદન અંગે થયેલો વાર્તાલાપ (૧૦-૨૩)
૧. મૂલદેવકુમારની કથા: જુઓ પરિશિષ્ટ વિભાગ. ૨. શૂરપાળ રાજાની રાણી શીલમતીની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ.