________________
૪૪૩
૩૮. બાળક ગરમખીરમાં ઘૂંકન પડે તેમ ચતુરાઈપૂર્વક ફૂંક મારી ઠારવા લાગ્યો. (૫૦૪) ૩૯. મહાત્માએ ખીર વહોરતી વખતે ‘ના’ ન કહી તેમજ‘અંતરાય થશે તેવું પણ ન કહ્યું. (૫૨૦)
ભરવાડ બાળકના ભાવ ઊંચકાય અને કર્મોની જંજીર તૂટે એ માટે જ જાણે તપસ્વી મહાત્મા ના આવ્યા હોય! એવો ભાવપ્રદર્શિત કરવા ઉપરોક્ત વિચારો કવિશ્રી કાવ્યપ્રવાહમાં વહેતાં મૂકે છે. ૪૦. મહાત્માને ભાવપૂર્વક વહોરાવી બાળક ઘરના દ્વાર સુધી વળાવવા ગયો. તેમને વંદન કરી પાછો વળ્યો. (પ૨૪)
કવિશ્રી શ્રાવકાચારની સાથે સાધુને વહોરાવવાની વિધિનો આડકતરી રીતે ઉલ્લેખ કરે છે. ૪૧. બાળકેદાન આપી ગુપ્ત રાખ્યું. (૫૨૬)
અત્તરની શીશીને વારંવાર ખોલવાથી તેની સુગંધ નષ્ટ થાય છે, તેમ દાન આપીને વારંવાર પ્રશંસા કે ગર્વ કરવાથી તેનું ફળ નિષ્ફળ બને છે, એવો ભાવ વ્યક્ત થયો છે. ૪૨. માતા અને પાડોશણ સ્ત્રીઓને બાળક દ્વારા અપાયેલા સુપાત્ર દાનની કોઈ પ્રકાર જાણ થતાં તેમણે
સુકૃત્યની ખૂબ અનુમોદના કરી. જેના પ્રભાવે ચારે પાડોશણો બીજા ભાવમાં રાસનાયકની પત્નીઓ બની. (૩૦)
તેઓનો કઈ રીતે સુપાત્રદાનની જાણ થઈ, તે અંગે કોઈ ખુલાસો થયો નથી. ૪૩. દીક્ષા લેવા જતાં મુમુક્ષુ કૃતપુણ્ય અને તેની સ્ત્રીઓની શિબિકાને એક હજાર પુરુષોએ ઉપાડી.
(૫૫૨) ૪૪. સર્વએ સ્વહસ્તે લોન્ચ કર્યો ત્યાર પછી ભગવાન મહાવીરે દીક્ષાનો પાઠ ભણાવ્યો. (૫૫૮)
શ્રી જ્ઞાતાસૂત્રમાં પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયેલા પ્રત્યેક મુમુક્ષુએ પ્રથમ સ્વહસ્તે લોચ કર્યો
ત્યાર પછી પ્રભુએ તેમને સંયમનું અનુદાન આપ્યું. કવિશ્રી શાસ્ત્રોક્ત પરંપરાને અનુસર્યા છે. ૪૫. કૃતપુણ્ય મુનિ અપ્રમત્ત ભાવે સાધના કરતાં ચૌદ પૂર્વધર અને શ્રુતકેવળી બન્યા. (૫૫૮) ૪૬. કૃતપુણ્ય મુનિએ અલ્પ આયુષ્ય જાણી, ચોર્યાસી લાખ જીવાયોનિને ખમાવી અનશન વ્રત
સ્વીકાર્યો. તેઓ કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારીપણે ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ પ્રાપ્ત કરશે. ત્યાં આઠે કર્મનું દહન કરી શિવસુખ પ્રાપ્ત કરશે. (૫૦૦-પ૦૯)
૧૧. કવિ શ્રી દીપ્તિવિજયજી કૃત કયવન્ના રાસ (સં. ૧૯૩૫) • વિક્રમીય સંવત ૧૭૩૫, આસો સુદ પાંચમના દિવસે, અનુરાધા નક્ષત્રમાં, બુધવાર, સિરોડી ગામમાં દીપ્તિવિજયજીએ પ્રસ્તુત રાસ ઢાળ:૧૩, દુહા:૧૮, ચોપાઈઃ૨ એમ કુલ ૪૨૦ કડીઓમાં રચ્યો છે. પ્રાયઃ દરેક ઢાળની દેશીઓ જુદી જુદી છે. વળી, કેટલીક નવીન દેશીઓનો પ્રયોગ (ઢા. ૮,૧૨) જોવા મળે છે, જે જે.ગુ.ક.ભા-૮માં અંકિત નથી.
આ કૃતિને સંસ્કૃત શ્લોકો, કાવ્ય, ઉક્ત, સોરઠી, છંદનો પ્રયોગ કરી કવિશ્રીએ સુંદર રીતે મઠારી છે.