________________
૪૪૧
૨૪. સાસુએ વહુઓને કહ્યું, “રડશો નહીં. જો રાજવીને ખબર પડશે તો આપણું ધન આંચકી લેશે.
આપણી યશ, કિર્તી અને પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે માટે શોક કરશો નહીં. આપણે કોઈ રૂપાળો નવયુવક ઘરમાં લાવશું. તેના દ્વારા સંતાન પ્રાપ્ત થશે, તેનાથી આપણો વંશ અખંડ રહેશે.”
(૨૪-૨૪૯) ૨૫. વૃદ્ધાએ જૂઠ્ઠાણું ચલાવતાં કહ્યું, “મેં કુળ દેવતાનું સ્મરણ કરી તેની પાસેથી ઉત્તમ પુત્ર માંગ્યો. કુળદેવતાએ પ્રસન્ન થઈતને અહીં મોકલી આપ્યો. તું અમને જીવથી વધુ પ્રિય છે.' (૨૬૧-૨૬૨)
તે સમયના લોકો કુળદેવતા-દેવી પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખતા હશે. એના કારણે જ સર્વએ વૃદ્ધાની વાતને એકમતે સ્વીકારી લીધી. કોઈએ શંકાન કરી. ૨૬. કૃતપુને મહેલમાં લાવ્યા પછી વૃદ્ધાએ ખડકીના દ્વારા બંધ કરાવ્યા. કોઈ મહેમાન કે સાધુ
યતિને આવવા ન દેતી. અંદરથી જ તેને જાકારો આપતી. સૌ કોઈ ભડકીને ચાલ્યાં જતાં. વૃદ્ધા ના કોઈને પાણી પાની કેન અન્નનો દાણો આપતી. (૨૬૮-૨૬૮)
આવું કરવા પાછળનો વૃદ્ધાનો આશય એ હતો કે, પોતાના ઘરની વાત ક્યાંય બહાર ન જાય અને ધન સુરક્ષિત રહે. અહીં વૃદ્ધાનો તુમાખી, કંકાસિયો, રૂઆબદાર અને લોભી સ્વભાવ
પ્રદર્શિત થાય છે. આ પ્રકારનું વર્ણન અન્યત્ર નથી. ૨૦. જયશ્રીએ દક્ષિણા રૂપે જોષીના ચરણે શ્રીફળ અને ફૂલ ધર્યા. (૨૯૮)
જેમ મંદિરોમાં ભગવાનને શ્રીફળ ધરાય છે, તેમ ભાગ્યવિદ્દ સમજી રાસનાયિકાએ દક્ષિણા પેટે જોષીના ચરણે શ્રીફળ ધર્યું છે. ૨૮. જોષીએ શુભ સમાચાર આપતાં કહ્યું, “આજે જ તને તારો પતિ મળશે.” ત્યાં તો ધન્યાનું ડાબું
અંગ ફરક્યું. તેને શુભ શકુન ગણી પંડિતને આશીર્વચનો આપતાં કહ્યું, “પંડિતજી! તમારા સુવચનો ફળે અને મારા પતિદેવ મને મળે તો તમારી અમૃત ભરેલી જીભને હું સોને મઢાવીશ. તમે આયુષ્યમાન થાઓ, એવી દુઆ આપું છું. (૩૧૨-૩૧૫)
કવિશ્રીએ કથાપ્રવાહને રોચક બનાવવા પ્રસંગે પ્રસંગે કલ્પનાના તોરણો બાંધ્યા છે. આવા
સ્વાભાવિકભાવોથી કાવ્યમૂલ્યવાન બન્યું છે. ૨૯. જયશ્રી અને દેવદત્તા બન્ને પતિને મળવા સાર્થમાં પહોંચી. (૩૧૦)
કવિશ્રી એ બન્ને પત્નીઓ પ્રત્યે સમાન દષ્ટિકોણ કેળવી બન્નેને પતિ પ્રત્યે અનુરાગવાળી. દર્શાવી છે. ૩૦. પ્રવાસથી પાછા ફરેલાં કૃતપુણ્યને હષ્ટપુષ્ટ અને સ્વચ્છ વસ્ત્રોમાં જોઈ ચાલાક જયશ્રીને ભારે
આશ્ચર્ય થયું. તે મનોમન વિચારવા લાગી કે, “હાથ-પગ મેલાં નથી, શરીર પર રજ નથી, દેહનું નૂર ઝળકે છે, વસ્ત્રો પણ બગલાની પાંખ જેવા કોરાં છે, જાણે કોઈ રંગમહેલમાં રહી ખીર-ખાંડનું ભોજન ન આરોગ્યું હોય! વળી, ભોજન બાદ તાજાં નાગરવેલનાં પાન ખાધાં હોય તેવાં દાંત અને હોઠલાલ છે; એવું લાગે છે કે જાણે મારો સાહેબો પરગોઠમાં ગયો જ નથી! (૩૨૮-૩૩૦)
કૃતપુણ્યની પત્નીનો આવો વિચાર સ્વાભાવિક હતો કારણકે પ્રવાસીના એકપણ ચિહ્ન ત્યાં મૌજુદન હતા. કવિશ્રીએ આ પ્રસંગે ઉપમા અને ઉભેક્ષા અલંકારપ્રયોજ્યાં છે.