________________
૪૦૧
પુત્રનું નામ ધનદત્ત હતું. (ચો.૧, ક.૧-૨)
૧૩. જ્યારે ધનદત્તના વિવાહ શ્રેષ્ઠીઓની ચાર કન્યાઓ સાથે થયાં ત્યારે તેના પિતા સુધન શેઠનું અવસાન થયું. (ચો.૧, ક.૩)
ધનદત્તના લગ્ન અને સુધન શેઠનું મૃત્યુ આ બન્ને ઘટના સાથે બની હોય તેવું કવિ દર્શાવે છે. ૧૪. મિત્રની પ્રેરણાથી ધનદત્ત શુભ દિવસે સમુદ્ર માર્ગે વ્યાપાર કરવા નીકળ્યો. (ચો.૧, ક.૪) ૧૫. સમુદ્રમાં ધનદત્તનું વહાણ પર્વત સાથે અફડાયું. વહાણ ભાંગી પડયું તેથી ધનદત્તનું મૃત્યુ થયું. ધનદત્ત જે વહાણમાં હતો તે વહાણનો એક પ્રવાસી બચી ગયો. તેણે આ દુઃખદ સમાચાર મહિમા શેઠાણીને આપ્યા. મહિમા શેઠાણીએ પ્રવાસીને કહ્યું, ‘‘હું તને માલામાલ કરી દઈશ પરંતુ ધનદત્તના મૃત્યુની વાત સદંતર ગુપ્ત રાખજે.’’(ચો.૧, ક.૬-૦)
કવિશ્રીએ કથાનકના પ્રસંગને સુવ્યવસ્થિત કડીબદ્ધ રીતે અન્ય કવિઓ કરતાં કંઈક અલગ રીતે આલેખ્યો છે.
૧૬. મહિમા શેઠાણી સજ્જ થઈ રાત્રિના સમયે દેવાલયમાં પહોંચી ત્યાં નિરાંતે સૂતેલા કૃતપુણ્યને પોતાના સેવકો દ્વારા ઉપડાવી મહેલમાં લાવી. (ચો.૧, ક.૯)
અહીં નિદ્રાધીન કૃતપુણ્યને મહિમા શેઠાણીની પુત્રવધૂઓ ઉપાડીને મહેલમાં લાવી નથી. કવિશ્રીએ સ્ત્રીઓની નાજુકતા અને કોમળતાને લક્ષમાં રાખી કથાપ્રવાહમાં આ પ્રકારના ભાવો
ઉમેર્યા છે.
૧૦. પ્રાતઃ કાળે તે જાગ્યો ત્યારે મહિમા શેઠાણીએ અભિનય કરતાં કહ્યું, ‘‘પુત્ર! તું ભલે ઘરે આવ્યો. અમે તારી રાહ જોતાં હતાં. તું નાનપણમાં જ ખોવાઈ ગયો હતો. તારી ઘણી શોધ કરી પરંતુ કોઈ સમાચાર ન મળ્યા. આજે ધણાં વર્ષો પછી તારું આગમન થયું છે. (ઢા.૮, ક.૨-૪)
કવિશ્રીએ ચારે પુત્રવધૂઓનો કૃતપુણ્ય પ્રત્યેનો પ્રેમભાવ, પતિ તરીકેનો સ્વીકાર, ગરજ સરી જતાં કૃતપુણ્યને સાર્થમાં પહોંચાડવો, ત્યાર પછી કૃતપુણ્યનો પોતાના ઘરમાં પ્રવેશ ઈત્યાદિ પ્રસંગોને આલેખ્યાં નથી. અહીં કથાનક અપૂર્ણ જણાય છે. સંભવ છે કે કવિની સ્વ હસ્તલિખિત પ્રતમાં આ પ્રસંગો આલેખાયેલાં હોય. સંભવ છે કે પ્રમાદવશ લહિયા દ્વારા પાઠ રહી ગયો હોય અથવા ખંડિત પ્રત પરથી પ્રતિલેખન થયું હોય. આ કૃતિની અન્ય પ્રત પ્રાપ્ત થઈ નથી તેથી ચોક્કસપણે કંઈ ન કહી શકાય.
૧૮. પુત્રએ પરદેશથી આવેલા પિતા પાસે ભોજન માંગ્યું ત્યારે માતાએ લાડુ આપ્યો.(ઢા.૮, ક.૫) ૧૯. કૃતપુણ્યની પત્નીએ બીજા લાડવા ભાંગ્યા ત્યારે તેમાંથી રત્નો નીકળ્યાં. તેણે રત્નોનો ભેદ જાણવા પતિને પૂછયું કે, ‘‘આ રત્નો ક્યાંથી આવ્યા?'' કૃતપુણ્યએ ઉત્તર આપતાં કહ્યું, ‘લેણદારના ભયથી મેં રત્નો લાડુમાં છુપાવ્યાં હતાં.’’(ઢા.૮, ક.૧૧)
અહીં કૃતપુણ્ય મૌન નથી રહ્યો પરંતુ પત્નીને પ્રભાવિત કરવા અસત્ય વદે છે.
૨૦. રાજભંડારમાંથી જલકાંતમણિ મંગાવતાં ઘણો સમય જાય ત્યાં સુધી જલતંતુ હાથીને પૂરેપૂરો વીંટી