________________
૩૯૮
કબહું ધમાલ જમાવત પાવત તારી તરંગ. કબ હીચ હીડોલત ડોલત મન કઇ રંગિ; કબહું વીણા વજાવત લાવત ચંદન અંગિ. કબહુંજૂઅઇ જૂઅઇ ઠામિભમાડઇ મિત્ર; કબહું કામ કુતૂહલ કઇ વલિ વિલસઇ વિત્ર. કબહું ગોઠિકરાવતધાવત જેતસુસંગ; કબહુંફઉરે ઘઉરે કુદાવત ચંચલ ચંગ. અન્ય દિવસિ તે ખેલ કરતાં આવ્યા તત્વ;
વસંતસેના વેસા ગૃહ વેસાવાડઇ જF. ૩. વેશ્યાની સંગતથી કોણ દુ:ખ નથી પામ્યા, તે દર્શાવવા કવિશ્રી વિવિધ દષ્ટાંતો ટાંકે છે. જેમાં વિષધર અને વેશ્યા વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. વિષધર કરતાં પણ વેશ્યા વધુ ખતરનાક છે કારણકે સર્પનો વિષ ગારુડી વિધાથી ઉતારી શકાય પરંતુ વેશ્યાના ડંખનો કોઈ ઈલાજ નથી. (ઢા.૬, ક.૧૯-૨૪) ૪. અક્કાના પ્રપંચથી કૃતપુણ્ય વેશ્યાવાસમાંથી બહાર ધકેલાયો. તે સમયે અક્કાની પુત્રી વસંતસેના, જે કૃતપુણ્યને પોતાનો જીવનસાથી સમજતી હતી; તેના અચાનક ચાલ્યા જવાથી રાસનાયિકાની પલટાયેલી જીવનચર્યા, જેમાં ત્યક્તા સ્ત્રીની જીવનશૈલીની ઝાંખી થાય છે. (ઢા.૮, ક.૧૩-૧૬)
માતાઅઇ માયા કરી જબ એ કીયઉ કામ; વસંતસેના દુખિ થઇ, પછતાવઇનામ. ઠામિઠામિજુવરાવીયા, નવિ પામીયઉ કંત; ભાગ્ય વિના કિમ કરિ ચડઇ, ગયઉ સુરમણિ કંત. તિણ દિનથી મુઝ સામિણી, કરઇ વેણીય બંધ; શ્વેત વસ્ત્રપિહરઇન કો કરઇ કુસુમ સંબંધ. પ્રોષિત પતિકા વ્રતધરી, રહી એતલઉ કાલ;
તુચ્છ અસણ કરતી સદા, ગુણ સમરતી બાલ.” ૫. સંયમના સોપાને પ્રયાણ કરવા પૂર્વે રાસનાયકની ગતિવિધિ જેમ કે જિનપૂજન, સ્વામીવાત્સલ્ય નગરમાં અમારિ પ્રરૂપણા, પ્રભુદર્શનાર્થે શિબિકામાં સ્થાન ગ્રહણ અને પ્રભુ સમક્ષ વ્યક્ત કરેલી મનોગત ભાવના રસપ્રદ છે. (ઢા.૧૧, ક.૧૪-૧૮)
જિણમંદિરિપૂજા કરી હો, દેઇ દાન ઉદાર; સાહમ્મીવછલ કીયઉ હો, ઘોસિ(ત) નગરિ અમારિ. હિવ સિવિકાયઇ આરહી હો. વાજતઇ વરતરિ; રાજા શ્રેણિક સ્યુ વલી હો, અંતેઉર ભરપૂરિ. આગઇ નટુએ નાચતે હો, પગિપગિદેતઉદાન; ચડતઇ ભાવઇ આવીયઉ હો, જિહાં શ્રી જિન વર્ધમાન. હિવ સિવકાથી ઉતરી હો, દેઇ પ્રદક્ષિણાતીન;