________________
૩૬૩
૧. કઈવન્નઉ સેવઈ સવિ સાધુ (૨૦)
વિવાહિત કૃતપુણ્ય યૌવન વયમાં કામભોગોથી પર રહ્યો. તે સાધુભગવંતોની સેવામાં અનુરક્ત થયો. ૨. કુણ કરીવઇ કહઉ કુસંગ (૩૪)
દુર્જનની સંગત કોણ કરાવે છે? અહીં કર્મ ઉપર દોષારોપણ કરવા વર્ણસગાઈ અલંકાર પ્રયોજ્યો છે. ૩. તારઉનડઉનાન્હઉનવિનેહ (૪૫) ૪. કર ઉપરિ કરતલ કરવિ, કરતલિ કરમ કરીન્જ (૧૦૬) ૫. રમલિ રમતુરંગભરિ (૧૯૧) ૬. ભામણિ ભંભર ભોલડી, ગેલિગહેલીયગોરડી (૨૨૨)
અતિશયોક્તિ : વાસ્તવિકતાની હદ વટાવીને, કાર્ય કારણનો સંબંધ ઉલટાવીને આલેખન થયું હોય. ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. ૧. ખિણ એક સુખ નઈ કારણિ, મેરુ સમાણા દૂખા (૩૯).
વિષયોની ખણજથી એક ક્ષણ સુખ અને મેરૂ પર્વત જેટલું અગણિત અને અનંત કાળનું દુ:ખ પ્રાપ્ત થાય છે.
અહીં કવિશ્રી પાંચે ઈન્દ્રિયોના વિષયોની ભયંકરતાનો ચિતારદર્શાવે છે. ૨. મન વિણ ઘરિપુહતી તે થઇ, તેતઉ રાતિ છમાસી હુઇ;
નવિ વીસર વીસરત નાહ, નયણે વ્હાં આંસૂ નીરપ્રવાહ (૧૨૨)
બાર વર્ષના લાંબા ગાળા પછી ઘરે આવેલા રાસનાયકને પરિવાર વધતાં ધનનો પ્રશ્ન ઉભો થયો. ત્યારે પરદેશ જવાનું થયું. તે સમયે પતિના વિરહમાં રાસનાયિકાની પ્રત્યેક રાત્રિઓ છ માસ જેટલી દીર્ઘ બની.
કવિશ્રીએ પ્રેમી યુગલની વિરહની મનોવ્યથા દર્શાવી પ્રસંગને વધુ કરૂણ બનાવ્યો છે.
• કહેવત / રૂઢિપ્રયોગ : માણસ જાતનું ડહાપણ તે કહેવત, જે માણસને વ્યવહાર કુશળ બનાવે છે. યોગ્ય સમયે સોગઠી મારવાથી રામબાણ અસર કરે છે. કહેવત ગાગરમાં સાગર છલકાય એમ સંક્ષિપ્તમાં ઘણું કહે છે. ભાષામાં વિશેષ જોમ અને અસરપ્રગટાવે છે.
વર્તમાન ગુર્જર ભાષાની પ્રસિદ્ધ કહેવતો કવિશ્રીએ તે સમયમાં પણ પ્રયોજી છે. એના પરથી જણાય છે કે તે સમયમાં પણ નિમ્નોલ્લેખિત કહેવતો અને રૂઢિપ્રયોગો પ્રચલિત હતા. ૧. ઈક્કમન (૫૮) : અટલ નિશ્ચય ૨. રતન મૂકિ કાંકરી રમઈ (૦૫) કિંમતી વસ્તુ છોડી તુચ્છને ગ્રહણ કરવું. સજ્જનનો સંગ છોડી
દુર્જનનો સંગ કરવો.