________________
કૃતપુણ્ય ચારે સ્ત્રીઓ સાથે સ્વર્ગલોકના દોગુંદક દેવની જેમ પાંચે ઈન્દ્રિયોના વિષયસુખો ભોગવી રહ્યો હતો.
૩૬૦
૯. ઉન્હી તાતા નિરુઆ જિસી, તીણઇ વાણિ પ્રકાસી તિસી (૧૫૮)
ધનનો વારસદાર (પૌત્ર) મળી જતાં ધૂતારી ડોકરીએ પુત્રવધૂઓને બોલાવી ઉકળાતા પાણી જેવી તીખી અને વેધક વાણીમાં આજ્ઞા કરતાં કહ્યું, ‘‘પરપુરુષને ત્યજવાની તૈયારી કરો.’’ સાલરિ કેરી રુખ જિમ, ઝૂરિસૂરિ પંજર હોઈ (૧૮૨)
૧૦.
જેમ સાલરી વૃક્ષનાં વિયોગે હાથી ઝૂરી ઝૂરી મરે છે, તેમ કૃતપુણ્યના વિયોગમાં તેની પરણેતર કલ્પાંત કરતી દૂબળી (પાતળી - ક્ષીણ) થઈ ગઈ.
૧૧. પુત્ર અંગજવ લાગઉ અંગિ, અમીય ઠરયાં તવ સઘલાં અંગિ(૧૮૯)
પુત્ર જ્યારે પરદેશથી આવેલા પિતાને ભેટયો ત્યારે પિતાને અમૃત જેવી શીતળતાની અનુભૂતિ થઈ.
૧૨.
મોરડઉ નાચવિ જેમ ઢેલઇ એ, આંસૂ જલહલઇ એ (૨૨૫)
મોરને જોઈને જેમ ઢેલ ખુશ થાય, તેમ કૃતપુણ્યની હૂબહૂ પ્રતિમા જોઈ ચારે સ્ત્રીઓની આંખમાં હર્ષના અશ્રુઓ ફરફરવા લાગ્યા.
૧૩. ઇક સીઆલ જિમ નિજ મુખિ લાલ, મેલ્હિ સકઇ નવિ કામ કરાલ (૨૯૬)
જેમ શિયાળનું માંસાહારના કારણે મુખ લાલ રહે છે, તેમ કામી પુરુષો વિષયોનું વ્યસન ભયંકર હોવા છતાં છોડી શકતાં નથી.
૧૪. જિમ આસાઢ ધુહાંઉ મેહ, સવિ ભુંઇ સીંચઈ રોલવિ મેલ્ટઈ Àહ (૩૦૪)
જેમ અષાઢ માસનો ગાજતો મેઘ સર્વત્ર વરસી વસુંધરાને ભીની કરે છે, તેમ અત્યંત આનંદપૂર્વક દાન કરતાં લેનાર અને દેનાર બન્નેનાં ભવરોગ દૂર કરે છે.
ઉત્પ્રેક્ષા : જ્યારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના ‘જાણે’, ‘રખે’, ‘શકે’ તેવા શબ્દો દ્વારા કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૧.
ધરંતા નામઇં શ્રેણિક નિપુણ નરિંદ, જાણે પૂનિમ કેરું ચંદ (૦૭)
રાજગૃહી નગરીનાં મહારાજા શ્રેણીક સર્વ કળાઓમાં નિપુણ હતાં, જાણે સોળે કળાએ ખીલેલો ચંદ્ર ન હોય!
મહારાજા શ્રેણિકનો ઉત્તમ વહીવટ, ન્યાયપ્રિયતા, લોકપ્રિયતા, પ્રજાપરાયણતા અને કર્તવ્ય પરાયણતામાં કોઈ એબ ન હતી. તે દર્શાવવાપ્રયોજેલી ઉત્પ્રેક્ષા સુંદર છે.
૨.
તસુ ઘરિ ઘરણી ભદ્રા જાંણિ, અમીયઝરઇ મુખિ જેહની વાંણી (૦૮)
ધનાવાહ શેઠની પત્ની ભદ્રા શેઠાણીની વાણી એટલે જાણે મુખમાંથી અમૃત ઝરતું ન હોય! કવિશ્રી એ ભદ્રા શેઠાણીની વાણીની મધુરતાને દર્શાવવા આવી મનોહર ઉત્પ્રેક્ષા પ્રયોજી છે.