________________
૩૧૦
૧૫. શ્રી વિજયધર્મધુરંધરસૂરિ કૃત 'કયવન્ના સક્ઝાય (પૃ. ૫૫)
સૌભાગ્ય હોજ કૃતપુણ્યતણું, સહુ સુખી થજો, કૃતપુણ્ય સમા સૌભાગ્યા રાજગૃહીએ રહે સૌભાગી, વૈરાગી મુનિનો રાગી; તાત વચન વશનટ વિટ સંગે, ભોગવિલાસની રઢ લાગી.
સૌભાગ્ય...૧
બાર વરસ એ વરવધૂઘર, રાગરંગમાં રક્ત સદા; ધનથી નિર્ધન થયા નિધાનને, પામ્યા માત ને તાત સદા.
સૌભાગ્ય ..૨
કનકવશે વશ રહે વેશ્યા, નિર્ધન જાણી દુર કર્યો; કુટિર સમા નિજ ઘર આવ્યોતવ, પ્રાણ પ્રિયાએ સ્નેહ ધર્યો.
સૌભાગ્ય, ...3
સાર્થવાહના સાથેની સાથે, અર્થ કમાવા સંચરતો; એ જ નયરમાં ગુપ્તપણે, ચાર પ્રિયા ઘર રહી રમતો.
સૌભાગ્ય ...૪
નિજ ઘર આવ્યો દ્વાદશ વર્ષે, પુણ્ય સર્વપ્રકટ થયું; શ્રેણિકરાયની પુત્રી પરણ્યો, સાત પ્રિયા સહ સુખ વિલમ્યું.
સૌભાગ્ય....૫
વીર વિભુની નિસુણી વાણી, પૂર્વજન્મ પણ સાંભળીયો; ભાગ્યવંત એ પુણ્ય ધુરંધર, સંયમ લઈ સુરલોકગયો.
સૌભાગ્ય...૬
૧. સ્વાધ્યાય રત્નાવલી, પૃ.-૫૫, બીજી આવૃત્તિ, વિ.સં. ૨૦૪૮, (શ્રી નેમિસૂરિ સમુદાયના - શ્રી વિજય અમૃત સૂરિના * શ્રી વિદ્વાન વિજયધર્મધુરંધરસૂરિ) પ્ર. શ્રી અમૃતોદયપુણ્ય પૌષધશાળા, અમદાવાદ.