________________
૧૯o
ઢાળ : ૯ (રાગ : મારુ, સોરઠ મિશ્ર.) (નલ રાજાને દેશિ હોજી પુંગલ હૈંતિ પલાણીયા...એ દેશી) બેઠી કાંતણ ઠાણ હો જી, નારી મન નિશ્ચલ કરી લાલ...ના સુણિ સુણિ વિરહિણી વાણિ હો જી, કુમર વાહત અતિ હુઓ લાલ.. કુ..૧૦૫ કુમર ગયો ઘરમાંહે હો જી, શૌચ ધરંતો શંકતો લાલ...શ. ચંદ્રગ્રહો ક્યું રાહુ હો જી, મુખવિલખે છબી શોભતી લાલ....મુખ, ...૧૦૬ શંકાણી સુકુલીણી હો જી, સતીય શિરોમણિ ચિંતવે લાલ...સ.
એ પર પુરુષ પ્રવીણ હો જી, કિમ આવ્યો વહી આંગણે?'લાલ..કિમ ...૧૦૦ “જા તું તાહરે ઠામ હો જી, પૂઠી અપૂઠી કરી કહે'લાલ...પૂ. “નહીંપર પુરુષારો કામ હો જી, એ ઘર છે સતીયા તણાં લાલ.એ. ...૧૦૮ સરણાઇ સુહડાહો જી, કેશરકેશ ભુયંગમણિ લાલ.કે. ચડશે હાથ મૂઆ હો જી, સતીય પયોધર કૃપણ ધન લાલ...સ. ...૧૦૯ બીજા નર સહુ વીર હો જી, બોલું ન બોલ બીજા સેંતી લાલ...બો. સગી નણદીરો વીર હો જી, ફૂડ કહું તો આખડી” લાલ...ફૂ. ...૧૮૦ “હું પ્રિયા છું તેહ હો જી,” કયવન્તો બોલે હસી લાલ...ક “ધન! તુંરાખી રેહ હો જી, ચંદનામો તેં ચાઢીયો” લાલ...ચંદ ..૧૮૧ દીઠો ઘાટ સુઘાટ હો જી, સાસુરો જાયો સહી લાલ..સા. હુઓ રંગ ગહગાટ હો જી, કામિની તન મન વિકસીયાં લાલ..કા. ..૧૮૨ જિમ અતિ વૂડે મેહ હો જી, નવ નવરંગધરતી ધરે લાલ...ન. જયશ્રી તિમ પીયુનેહ હો જી, નવમી ઢાલ જયરંગભણે લાલ...ને .૧૮૩
ઢાળ : ૧૦ (વધાવો હે સુહવ ગાવશું અથવા અયોધ્યા હે રામ પધારીયા અથવા
રાગ : મલ્હાર. સીયાલાના...એ દેશી) આજ વધાવો માહરે, આજ જાગ્યું હે સખિ માહર્ભાગ્ય કે; પીયુડો હે ઘરૅ આવીયો...એ આંકણી દુ:ખ દોહગ દૂરેંટલ્યો, આજપાયો હે સખિ સુખ સૌભાગ્ય કે...પી. સુરતરુલીયો આંગણે, આજદૂધંહે સખિ વૂઠા મેહકે...પી. મુહમાંગ્યા પાસા ઢલ્યા, આજ ઉલસી હે સખિ દેહ સનેહ કે...પી. તપ જપ વ્રતની આખડી, આજ હૂઆ હે સખિ પૂરા સૂસ કે.પી.
તૂઠા ગુરુનૈદેવતા, આજ પૂગી હે સખિ મનની હૃશ કે.પી. ૧. ઉદાસ; ૨. આનંદની અભિવ્યક્તિ.
...૧૮૪
...૧૮૫
..૧૮૬