________________
૧. પલાયન થશે.
૧૧૬
દુવિધ સીખ લેઇ કરી હો, સંયમ તપ જપ સાર; સીહ તણી પરિ પાલિનઇ હો, પહુતઉ સરગ મઝારિ એહ ભવ તરિપામિસ્યઇ હો, શિવ નારીનઉ સંગ; એહવા રિષિ ગુણ ગાવતાં હો, દિનિ દિનિ રંગ અભંગ
...મન ...૨૧
...મન ...૨૨
ઢાળ : ૧૨
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ રાજઇ, ગુરુ અતિસય કરિ અધિકવિરાજઇ; વેદ બાણ રસ સસધર વરસઇ, નેમિ જનમ કલ્યાણિક દિવસઇ શ્રી પ્રમોદમાણિક ગુરુ પાદઇ, સોહઇ શશધર જિમ મુનિ થાટઇ; ઉવઝાય શ્રી જયસોમ યતીસ, તેહનઉ સિષ્ય ધરીસુજગીસ વાચક શ્રી ગુણવિનય વિસેષિ, ઠાણાવશ્યક વિવરણ દેખિ; એહ સંધિ પ્રભણઇ સુખ કાજઇ, મહિમપુરઇ મહિમા કરિ રાજઇ જિહાં શ્રી અજિત શાંતિ ગુણ ભરિયા, જાણે ચંદ સૂર અવતરિયા; ભવ્ય જીવના તમ ભરહરિવા, જન આનંદ રયણિ દિનિ કરિવા એહ પ્રબંધ ભણઇ જે ભાવઇ, શ્રી જિનકુશલસૂરિ અનુભાવઇ; દુરિય વિઘન સવિ દૂરિ પુલાવઇ, ૠધિ વૃધ્ધિ મંગલ ઘરિ થાવઇ ઈતિ શ્રી કયવના સંધિ સમાપ્ત: ||
...૦૧
...૦૨
...03
...૪
...૦૫