________________
ચૌદ ગુણસ્થાનક
૧) મિથાત્વ - દેહથી આત્મા ભિન્ન છે એનો અનુભવ થાય ૨) સાસ્વાદન - મુક્તિ માટેની ક્ષણિક ભાવના થાય ૩) મીશ્ર - મુક્તિ માટેનો પુરુષાર્થ શરૂ થાય
૪) અવિરતી સમ્યક્દર્શન - ઉત્તમ મુમુક્ષુને સંસારમાં રહીને આત્માનું સ્વરૂપજ્ઞાન
થાય
૫) દેશવિરતિ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રતિબધ્ધ ન રહે - સંસારની
ત્યાગભાવના
૬) પ્રમ્મતસયંત - પ્રમાદ સાથે સાધુ દશાની પ્રાપ્તિ
અપ્રમ્મતસયંત - વ્રતધારી સાધુની મોક્ષની પરમ જિજ્ઞાસુ સ્થિતિ ૮) અપૂર્વકરણ - શુદ્ધ દશાની પ્રાપ્તિ
૯) અનિવૃત્તિ બાદર - સૂક્ષ્મ બાદર કર્મનો ક્ષય થાય ૧૦) સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ લોભનો ક્ષય થાય ૧૧) ઉપશમ - કષાયનો ક્ષય થાય
૧૨) ક્ષીણમોહ - સૂક્ષ્મ મોહ કર્મનો ક્ષય થાય.
૧૩) સયોગી કેવળી - આત્માની અખંડ સ્વરૂપ સ્થિતિ. દેહ સાથે નિર્વિકલ્પ સમાધિ
૧૪) અયોગીકેવળી - આત્માનું નિર્વાણ થઈ સિદ્ધ દશામાં સ્થિત થાય.
સદ્ગુરુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત
૧) વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
૨) મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
૩) સદ્ગુરુની આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૪) મિથ્યાત્વ, પ્રમાદ, અવ્રત, અશુભયોગ એ અનુક્રમે જાય તો સત્પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે.
૫) સ્વછંદ ટળે તે જ મોક્ષ થાય.
૩૪
- શ્રીમદ રાજચંદ્ર
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન