________________
યોગ ઃ પતંજલિ યોગના પ્રણેતા કહે છે કે પાંચ પ્રકારની ચૈત્યભુમિ છે. ૧) મૂઢ ૨) શિપ્ત ૩) વિકશિપ્ત ૪) એકાગ્ર ૫) નીરોધ
અષ્ટાંગ યોગ : ૧) યમ : એટલે શું કરવું. ૨) નિયમ - કરેલા નિયમ પ્રમાણે વર્તવું. ૩) આસન - શરીરનો વ્યાયામ. ૪) પ્રાણાયામ શ્વાસ ઉપર વિજય. ૫) પ્રત્યાહાર - ધારણાની તૈયારી - આહારનું સમતોલન. ૬) ધારણા - લક્ષની તૈયારી. ૭) ધ્યાન-લક્ષ ઉપર એકાગ્રતા. ૮) સમાધિ · આત્મ સ્વરૂપમાં સ્થિરતા.
-
-
ગ્રીક ફિલોસોફી સમાધિની વાત કરે છે.બુદ્ધ એને નિર્વાણ કહે છે. નાસ્તિકઃ ચારવાક નો અર્થ ચરૂ એટલે મીઠાશ અને વાક એટલે વાણી છે. તેથી ચાર્વાકનો અર્થ મીઠીવાણી થાય. ચાર્વાક ભગવાનનો સ્વીકાર કરતા નથી પણ એમની મુખ્યત્વે ત્રણ માન્યતા છે. ૧) ભૌતિકવાદી ૨) કુદરત થકી માનનાર ૩) નવા વિચારક છે. નવા વિચારક ભગવાનને માને છે પણ મરણ સુધી જ માને છે, પછી ભગવાનનું અસ્તિત્વ માનતા નથી. પ્રામાણિક અથવા શ્રમીક વિચારવાળા બૌદ્ધ અને જૈન વેદને માન્યતા આપતા નથી.
બુદ્ધધર્મ : બુદ્ધ ધર્મ શરૂ કરનાર ગૌતમ બુદ્ધ હતા. એમનું કહેવું હતું કે સત્યને સમજવાનું છે, જાણવાનું નથી. અજ્ઞાનનું આવરણ, તર્કબુદ્ધિથી ખસેડવાનું છે. એમનો ઉપદેશ દુઃખ અને પીડા દૂર કરવા માટે છે.
ચાર મુખ્ય સત્ય ૧) દુઃખ ૨) દુઃખનું કારણ ૩) દુઃખના કારણને સમજવું ૪) દુઃખ દૂર કરવાનો ઉપાય છે.
ક્ષણીકવાદ એટલે ક્ષણે ક્ષણે ચેતનામાં બદલાવ આવે છે અને કોઈ પણ પદાર્થ-તત્વ નાશવંત નથી.
પાંચ પ્રકારના મુખ્ય વિચારઃ ૧) રૂપ સ્કંધ ૨) વેદના સ્કંધ ૩) સત્ય સ્કંધ ૪) સંસ્કાર સ્કંધ ૫) વિજ્ઞાન સ્કંધ. પોઝીટીવીટી વિચાર-લાગણીઓ, વિચારની પરિપક્વતા, તત્વગુણ સમજવું અને આત્માને જાણવો એનો ઉદ્દેશ છે.
આઠ પ્રકારની રીતથી સમજણ ૧) સમ્યક્ દૃષ્ટિ ૨) સમ્યક્ સંકલ્પ ૩) સમ્યક્ વાક ૪) સમ્યક્ કર્મ ૫) સમ્યક્ અજીવ ૬) સમ્યક્ વ્યાયામ ૭) સમ્યક્ સ્મૃતિ ૮) સમ્યક્ સમાધિ.
ગૌતમ બુદ્ધે કહ્યું કે નિર્વાણ દશામાં દરેક આત્માનું જ્ઞાન સરખું હોય છે.
૨૪
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન