________________
પૂર્વ અને ઉત્તર મીમાંસા એ વેદાંતમાં કહેલી ક્રિયાને અપનાવે છે. એક સૂત્ર ઉચ્ચાર તે ચમત્કારિક શક્તિ છે એમ માને છે.
વૈશીશ્કઃ એ સાત તત્વમાં માને છે. ૧) દ્રવ્ય ૨) ગુણ ૩) ક્રિયા ૪) સામાન્ય ૫) વિશેષ ૬) સમવાય ૭) અભવ્ય
ન્યાય સતને માને છે. તેમાં જ્ઞાનનો આધાર વધારે હોય છે. એ વાદ એટલે ૧) શુદ્ધવાદ ૨) જલ્પ (જગતની ઈચ્છા) ૩) વીતષ્ઠાવાદ (ભૂલા દેખાડવી) ૪) છલ (ખોટો રસ્તો દેખાડવો)માં માને છે.
સાંખ્યઃ સાંખ્ય મતના પ્રણેતા કપીલમુનિ હતા, એમનું કહેવું હતું કે સત્ અને સિદ્ધાંત બે ભાગમાં વહેંચાયેલા છે.
પુરુષ અને પ્રકૃતિ - પુરુષ આત્મજ્ઞાન ધરાવે છે. પ્રકૃતિમાં બુદ્ધિ નથી પણ શક્તિ છે. જે શક્તિ વસ્તુ સ્વરૂપને જાણવા માટે વાપરી શકાય છે. પુરુષ અને પ્રકૃતિ જુદી જુદી દિશામાં કામ કરે છે. પુરુષનું કામ પ્રકૃતિમાંથી છૂટવાનું છે. ક્ષણિક સુખમાંથી છૂટી કેવળજ્ઞાન પામવાનું છે. પ્રકૃતિનાં ત્રણ અંગ છે. સત્વ - એનો રંગ સફેદ છે. જે શાંતિનું પ્રતીક છે. રજસ - જેનો રંગ લાલ છે તે શક્તિનું પ્રતીક છે. તમસ - તેનો રંગ કાળો છે. જે મંદબુદ્ધિનું પ્રતીક છે.
આયુર્વેદિક જ્ઞાન કહે છે કે તંદુરસ્ત શરીરમાં સત્વ, રજસ અને તમસ પ્રકૃતિનું સમતોલન હોવું જોઈએ. તામસીક પ્રકૃતિનો માણસ બહુ ઉશ્કેરાય છે.
૨૨
તત્ત્વચિંતન અને સમ્યગદર્શના