________________
સત્યાત્રય મિથ્યા ત્રણ પ્રકારે છે. ૧) પ્રતીભાષિક - દાખલા તરીકે સર્પને દોરડું માનવું, સોનું અને ઘરેણાં ૨) વ્યાવહારિક ૩) પારમાર્થિક
તત્ત્વ પ્રત્યે વિવેક રાખી, જ્ઞાનની સાધનાથી આત્માનો મોક્ષ (મુકિત) થઈ શકે છે. આ જન્મમાં મુક્તિ મળી શકે છે. જીવનમુક્તિ મળે તો જીવન પછી કેવલ અદ્વૈત પ્રાપ્ત થઈ શકે છે.
રામાનુજાચાર્ય : એમણે કહ્યું કે અદ્વૈત એ વિશિષ્ટ છે. બ્રહ્મ પરમાત્મા એ આત્મા કરતા જુદી સત્તા હોવાથી દ્વૈત છે. આત્મામાં વિશેષ ગુણ આવવાથી એને સગુણબ્રહ્મન કહેવાય. તેથી જગત મિથ્યા નથી. પરમાત્માની સત્તા છે.
શંકરાચાર્યએ જ્ઞાન અને જ્ઞાન સાધના ઉપર ભાર આપ્યો. રામાનુજાચાર્યએ ભક્તિ માટે પુષ્ટિમાર્ગ અને શરણાગતિ માટે પુરુષાર્થ કરવો એમ કહ્યું.
નીમ્બકાચાર્યઃ તેઓ માનતા હતા કે દ્વૈત બીજા દ્વૈતથી સ્વરૂપથી જુદું છે.
માધવાચાર્યઃ એ માનતા હતા કે વિષ્ણુની સત્તા તે અંતિમ સત્ય છે. ૧) એક જીવ - બીજો જીવ, ૨) એક જીવ અને જગત, ૩) એક જીવથી પરમાત્મા ૪) એક જગતથી બીજા જગત સાથે સરખામણી નથી.
વલ્લભાચાર્યઃ એ શુદ્ધ અદ્વૈતમાં અને ભાગવતપુરાણમાં માનતા
હતા.
૨૦
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન