________________
મારા વિચાર :
પશ્ચિમના તત્ત્વચિંતકો તેમની માન્યતામાં પ્રામાણિકતર્કવિચાર ધરાવે છે. ભગવાન હોવાનું પ્રમાણિક સત્ય પણ માને છે. પણ આત્મા અંતિમ સત્ય છે એમ માનતા નથી.
ક્રિશ્ચયન અને ઈસ્લામ ધર્મ પુર્નજન્મમાં માનતા નથી. એટલે મૃત્યુ પછી ભગવાન એ આત્માનો ન્યાય કરે છે એમ માને છે.
ભારતીય તત્વચિંતક દેહ અને આત્મા જુદા જુદા તત્વ છે એમ માને છે. સદ્ગુરુ પોતાના અનુભવને આધારે જ્ઞાન ઉપદેશે છે જેને પછી સૂત્રના આધારે સમજાવેલું છે.
ભારતીય ફિલોસોફી
ભારતીય ફિલોસોફીની શરૂઆત વેદથી થઈ છે. પહેલા તો ભાષાજ્ઞાનની ખોટને લીધે ઉપદેશ/શાસ્ત્રો કંઠસ્થ હતાં પછી બદલાતાં યુગમાં શાસ્ત્ર એ સૂત્રોની ભાષામાં લખાયા છે. સુત્રોને વેદાન્ત કહેવામાં આવ્યાં કારણ કે વેદના અંતિમ ભાગને આવરી લેવામાં આવ્યા છે.
વેદાન્તના મુખ્ય ત્રણ અંગ છે, સાંસારિક સુખ, દેહીક સુખ અને પારમાર્થીક સુખ (મોક્ષ, મુક્તિ) છે. આની સમજણ મુખ્યત્વે ક્રિયા-વિચારપરમાર્થમાંથી મળે છે જેને ધર્મ કહેવામાં આવતો.
જ્ઞાનના સંસ્કાર માતાપિતા, ગુરૂ અને શાસ્ત્ર આપે છે.
ધર્મનાં મુખ્ય ચાર અંગ છે (૧) નીતિ નિયમ (૨) અર્થ (ધન મેળવવાનો પુરુષાર્થ) (૩) કામ (ઈચ્છા પૂર્ણ કરવાની તાલાવેલી) (૪) મોક્ષ એટલે દેહમાંથી આત્માની મુક્તિ છે. અર્થાત મુક્ત આત્માને ફરીથી કોઈપણ યોનિના દેહમાં આવવું પડતું નથી.
ધર્મનાં ચાર અંગને સફળ કરવા જીવનને ચાર આશ્રમમાં ઉંમર પ્રમાણે વહેંચવામાં આવ્યું (૧) બ્રહ્મચર્ય (૨) ગૃહસ્થ (૩) વાનપ્રસ્થાન અને (૪) સન્યાસ. આ આશ્રમ લક્ષ પૂરો કરવા માટે રચાયા છે.
૧૬
તત્ત્વચિંતન અને સમ્યગદર્શના