________________
ઈમ્પીરીસીઝમઃ ઈમ્પીરીસીઝમ તે પ્રત્યક્ષ અનુભવનું જ્ઞાન જે ઈન્દ્રિયોના આધારે છે, જ્યારે પ્રામાણિક સત્ય તે પ્રમાણિક તર્કના આધારે અને વિચારને કારણે ઉદ્ભવેલું હોય છે.
હું કેવી રીતે જ્ઞાન પામી શકું ? જ્ઞાનની ક્ષમતા શું છે? જ્ઞાનની હદ ક્યાં છે? તે માટે લેખક ૧) જોન લોક ૨) જોર્ષ બર્કલી ૩) ડેવીડ યુમને વાંચો. કોપરનીકસઃ એમણે કહ્યું કે વિષય અને તેનો કર્તા, તેના સંબંધ, તેનો પ્રામાણિક વિચાર, અનુભવ સાથે કે અનુભવ વગર થઈ શકે. ઇમેન્યુઅલ કાન્ત માટે એ વિચાર ક્રાંતિકારી હતો.
ઈમેન્યુઅલ કાન્ત :- ૧૭૮૪ થી ૧૮૦૪ આ એક ક્રાંતિકારી ફિલોસોફર હતો. જેણે નવી સમજણ દુનિયાને આપી. એણે કહ્યું કે જ્ઞાનની હદ તે પ્રામાણિક સમજણ, પ્રામાણિક વિચાર છે. સમજણનાં આધારે વિચારનો મજબુત પાયો છે. સમજણ વગરનો વિચાર અંધારામાં રઝળવા બરાબર છે.
કાન્તે કહ્યું કે દરેક ક્ષણે બદલાતા જગતની વિવિધતામાં અધ્યાત્મિક એકતાનો પ્રામાણિક વિચાર, તેની સમજણ, તેનો સંભવ તે આવેલા વિચારોની દિશાને ધ્યાનમાં, લક્ષમાં, કાબુમાં રાખી અને અણસમજણનાં વિચારથી દૂર રહી શકે છે. એમણે -
૧) સમજણનું બંધારણ બનાવ્યું.
૨) વિષય અને તેનો કર્તા સાથે સંબંધ.
૩) સમય અને તેનો વિચાર સાથે અવકાશ.
૪) ૧૨ જુદી જુદી વિચાર દિશાઓ માટે વિચારોના બંધારણની વ્યવસ્થા કરી.
ડેવીડયુમઃ એમણે કહ્યું કે કથનનાં બે પ્રમાણ હોય છે. પહેલું પ્રમાણ પૂરવાર થઈ શકે અને બીજું પ્રમાણ અલંકારિક હોય છે. જેમ ૨ + ૨ =૪ અને ખમીસ કાળું છે. કાન્તે કહ્યું કે કથનનાં બે પ્રમાણની બે જુદી દ્રષ્ટિ હોઈ શકે. એવું સ્પષ્ટ એક અનુભવ સાથે હોય, બીજામાં અનુભવના આધારની જરૂર નથી.
૧૪
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન