________________
તથા જ્યોતિએ જૈન સાહિત્યથી અજાણ હોવા છતાં જોત જોતામાં સૂત્રો બરાબર બોલવાની કુશળતા હાંસલ કરીને મારા સ્વપ્નસમા આ પ્રસ્તુત ગ્રંથ નિર્માણમાં જોડતી સાંકળની ભૂમિકા ભજવી. પંડિતજી શ્રી કીર્તિભાઈએ સૂત્ર સમજણ અને પ્રુફ રીડિંગમાં ખૂબ જ જહેમત ઊઠાવી છે. આ સર્વેનો ઉપકાર ભૂલાય એવો નથી.
અંતમાં આ કાર્ય માટે પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ તથા પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશભાઈ ઝવેરીનાં આશીર્વાદ પામીને હું ખરે જ કૃત્કૃત્ય બનીછું. - વર્ધમાન ઉલ્લાસ સાથે કરેલા આ કાર્યમાં ભૂલથી રહી ગયેલી દરેક ક્ષતિઓની હું ક્ષમા યાચું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે મારા આ અવતારકૃત્ય દ્વારા હું મોક્ષપ્રતિનું એક સોપાન આગળ વધુ.
અસ્તુ ઈલા દીપક મહેતા