________________
XXV
સુગુરૂ વંદન વિવેચન
ગુરૂને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે, તેથી તેનું નામ ‘ગુરૂવંદન સૂત્ર” પડેલું છે.
ગુરૂ-વંદનાના ત્રણ પ્રકારો છે. “૧- ફિટ્ટા-વંદન, ૨- થોભ-વંદન અને ૩- દ્વાદશાવર્ત વંદન.” તેમાં છેલ્લા દ્વાદશાવર્ત વંદન” – પ્રસંગે આ સૂત્ર બોલવામાં આવે છે.
ગુરૂ-ચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ-લલાટે સ્પર્શ કરવો, તે આવર્ત કહેવાય. તેવા છ આવર્તો એક વંદનમાં આવે છે. એટલે બે વાર વંદન કરતાં બાર આવર્તો ‘દ્વાદશાવર્ત વંદન થાયછે.
ગુરૂ-વંદન’નો ખાસ અર્થ શાસ્ત્રકારોએ નીચે મુજબ કરેલો છે : - વંદન' એટલે વંદન યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર. તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે.
બે અવનત, યથાજાત મુદ્રા, દ્વાદશાવર્ત અને કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એકનિષ્ક્રમણ.”
બે વખતના વંદનમાં આ ક્રિયાઓ નીચે મુજબ થાય છે
૨ “અવનત’ : ઇચ્છામિ ખમાસમણો !... નિસાહિઆએ બોલતી વખતે પોતાનું અર્ધ શરીર નમાવી દેવામાં આવે છે, તે પ્રથમ અર્ધવન-બે વારના વંદનમાં બે અર્થાવન થાયછે.ચિત્ર નં-૧ - ૧ “યથાજાત-મુદ્રા : જન્મતી વખતે જેવી મુદ્રા હોય અથવા દીક્ષા યોગ આદરતી વખતે જેવી મુદ્રા ધારણ કરવામાં આવે છે, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત મુદ્રા કહેવાય છે. અને તેવી જ મુદ્રા આ વંદન પ્રસંગે કરવામાં આવે છે. તેમાં ચરવળો અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી અધોભાગ સિવાય ખુલ્લા શરીરે મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે. (ખમાસમણની પહેલી સ્થિતિ)