________________
૨૨૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સુપાર્શ્વનાથનેતથા રાગ-દ્વેષને જિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્યઃ (૧)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
નવકારની જેમ લોગસ્સ સૂત્ર પણ એક મંત્ર સ્વરૂપ છે. આથી જ લોગસ્સ સૂત્રના જાપથી ઘણા ઉપસર્ગો-વિઘ્નોનો નાશ થઈ શકે છે. તેનું રટણ, સ્મરણ અને જ્ઞાન વિશેષ ફળ આપે છે.
જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભાયેલું કાર્ય ત્યાં સુધી સિદ્ધ નથી થતું જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ – નમસ્કારમંત્રને સંભારવામાં આવ્યો નથી. નમસ્કાર મંત્ર પરિણામની વિશુદ્ધિનું કારણમાત્રછે.